97મા ઓસ્કર એવોર્ડ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી ભાષામાં બનેલી ભારતીય-અમેરિકન ફિલ્મ ‘અનુજા’ને બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ‘અનુજા’ને પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ સિરીઝમાં 180 ફિલ્મોમાંથી માત્ર 5 જ નામાંકિત થઈ છે. આ ફિલ્મ 17 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે ફિલ્મની મૂળ ભાષા હિન્દી છે. યુએસએના લોસ એન્જલસમાં ગુરુવારે (23 જાન્યુઆરી) નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ તેની જાહેરાત 17 જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ફેમસ કેટેગરીઓનું નોમિનેશન લિસ્ટ બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી બેસ્ટ ફિલ્મ સિરીઝ બેસ્ટ એક્ટર કેટેગરી બેસ્ટ એક્ટ્રેસ કેટેગરી બેસ્ટ ડિરેક્ટર કેટેગરી માર્ચમાં ઓસ્કર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે
97મો ઓસ્કાર એવોર્ડ 2 માર્ચે યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ લોસ એન્જલસમાં સમારોહનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે Cillian Murphyની ફિલ્મ Oppenheimer એ બેસ્ટ ફિલ્મ એવોર્ડ સહિત 7 એવોર્ડ જીત્યા હતા. ઓસ્કર 2024 માટે કોઈ ભારતીય ફિલ્મ લાયક નહોતી.