આજે 24 જાન્યુઆરીએ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુની તેજી સાથે 76,770ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 70 પોઈન્ટ ઉછળીને 23,280ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી છે અને 10 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34માં તેજી છે અને 17 ઘટી રહ્યા છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ સેક્ટર 0.79%ના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં તેજી ડૉ. અગ્રવાલનો હેલ્થ કેર IPO 29 જાન્યુઆરીએ ખુલશે ડૉ. અગ્રવાલની હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 29 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ સેન્સેક્સ 115 પોઈન્ટની તેજી સાથે 76,520 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધીને 23,205 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઉછાળો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં તેજી જોવા મળી હતી. એફએમસીજી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.