back to top
HomeભારતAAP ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરાની બુલેટ જપ્ત- 20 હજારનો દંડ:સાયલેન્સર મોડિફાઇડ હતું, પોલીસ...

AAP ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરાની બુલેટ જપ્ત- 20 હજારનો દંડ:સાયલેન્સર મોડિફાઇડ હતું, પોલીસ ચાલાન માટે રોક્યો તો કહ્યું- મારા પપ્પા ધારાસભ્ય છે

દિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન દલીલ થવા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યના દીકરા અમાનતુલ્લાહના દીકરા મો. અનસની બાઇક જપ્ત કરી લીધી અને 20 હજારનો દંડ ફટકાર્યો. પોલીસ ટીમ ઓખલા વિસ્તારમાં ગુરુવારે રાતે રિપબ્લિક ડેના લીધે ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન બે યુવક મોડિફાઇડ સાઇલન્સરવાળી બાઇક લઇને નીકળ્યા. પોલીસે તેમને રોક્યા અને સાઇલન્સરને મોટર વ્હીકલ એક્ટનો હવાલો આપીને ગેરકાયદેસર જણાવ્યું. તે પછી યુવકે કહ્યું કે તેના પિતા ધારાસભ્ય છે. પોલીસ અને યુવકની વચ્ચે દલીલ થઈ. પોલીસ ઓફિસરે પણ યુવકના પિતા સાથે મોબાઇલ પર વાત કરી અને કહ્યું કે હું બાઇકનું ચાલાન આપી રહ્યો છું અને તે કહે છે કે પપ્પા ધારાસભ્ય છે. પોલીસે મોટર વ્હીકલ એક્ટની અનેક કલમો હેઠળ ચલણ જાહેર કર્યું હતું અને બાઇક જપ્ત કરી હતી. છોકરાએ તેનું લાઇસન્સ બતાવ્યું ન હતું અને તેનું નામ જાહેર કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો હતો. જામિયા નગર પોલીસ સ્ટેશનમાં બુલેટ પાર્ક અમાનતુલ્લાના પુત્ર અનસ અને પોલીસ વચ્ચેની દલીલ પોલીસ અધિકારીઃ એક વાર બાઇક સ્ટાર્ટ કર.
અનસ: કેમ શું થયું?
પોલીસ અધિકારી: આ એક મોડિફાઇડ સાઇલન્સર છે. એક ચાલાન થેશે. ચાલો પોલીસ સ્ટેશન.
અનસ: તો ચાલાન કરોને તમે. અહીં જ કરો. રેકોર્ડિંગ કરો.
પોલીસ અધિકારીઃ ધમકી ના આપો. સ્ટાર્ટ કરો. ચાલાન થશે
અનસ: અબ્બૂજી અહીં SHO સાહેબે મને રોકી લીધો છે. તેઓ મારી સાથે ગુંડાગીરી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો ઝંડો લાગેલો છે એ કારણે જ તેઓ હેરાન કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તારી બાઇક મોડિફાઇડ છે. રેકોર્ડિંગ થશે.
પોલીસ અધિકારીઃ આમ આદમી પાર્ટીનો ઝંડો ક્યા લાગ્યો છે.
અનસ: તમે ચૂપ થઈ જાવ, હું વાત કરી રહ્યો છું. તમે ગુંડાગીરી કરી રહ્યા છો.
પોલીસ અધિકારીઃ તમે જ મને કહ્યું કે હું ધારાસભ્યોનો દીકરો છું.
અનસ: તમે કહ્યું કે ધારાસભ્યોનો દીકરો છે. લો વાત કરી લો ફોન પર.
પોલીસ અધિકારી ફોન પર: તેની બાઇકમાં મોડિફાઇડ સાઇલન્સર છે. મેં તેમને રસ્તાના કિનારે રોક્યો અને તેણે સીધું કહ્યું કે તે ધારાસભ્યનો પુત્ર છે. તેણે પોતાનું નામ અનસ જણાવ્યું. મને એ પણ ખબર ન હતી કે તે કોણ છે. ભીડ ભેગી થઈ રહી છે ત્યારે તે બધાની સામે કહી રહ્યો છે કે હું ધારાસભ્યનો દીકરો છું. તમારે શું કરવાનું છે, તમે શું કર્યું છે? અનસે કહ્યું- જો તમે SHO છો તો તમે તમારી ઓળખ જાહેર કરશો, જો તે આર્મી મેન છે તો કહેશે કે તે આર્મી મેન છે. જો તમે CRPF માંથી છો તો તમે કહેશો કે હું CRPF નો છું. તો હું મારી ઓળખ પણ જણાવીશ કે હું ધારાસભ્યનો પુત્ર છું. ચાલાન ઓનલાઈન બનાવો. પોલીસ અધિકારીઃ ચાલાન ઓનલાઈન નથી, તમારે જવું પડશે, ફોર્મ ભરો.
અનસ: હું કાયદાનું ભણી રહ્યો છું. મને ના સમજાવો. લઇ જાવ ગાડી, અરેસ્ટ કરશો મને? તમે મને અરેસ્ટ કરીને લઇ જવા માગો છો પણ હું નહીં આવું.
પોલીસ અધિકારીઃ તમે સાથે આવી રહ્યા નથી ને, હું બાઇક સીઝ કરીશ. VIDEO બનાવીશ મોડિફાઇડ સાઇલન્સર પર કાયદો ગઈકાલે ગુજરાતમાં પહેલીવાર બુલેટના સાઇલન્સર પર બુલડોઝર ફર્યું ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઇડ સાઇલન્સર પર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરી એમાંથી સાઇલન્સર કાઢી આજે (23 જાન્યુઆરી) એનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતાં RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments