back to top
Homeસ્પોર્ટ્સઓસ્ટ્રેલિયન ઓપન: યોકોવિચે સેમિફાઈનલ મેચ છોડી દીધી:હેમસ્ટ્રિંગની ઈજા થતા નિર્ણય લીધો; ઝવેરેવ...

ઓસ્ટ્રેલિયન ઓપન: યોકોવિચે સેમિફાઈનલ મેચ છોડી દીધી:હેમસ્ટ્રિંગની ઈજા થતા નિર્ણય લીધો; ઝવેરેવ પહેલીવાર ફાઈનલમાં

24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની સેમિફાઈનલ મેચ વચ્ચેથી ખસી ગયો છે. શુક્રવારે સર્બિયન ખેલાડીએ ઈજાના કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. યોકોવિચના ખસી જવાથી તેના હરીફ વિશ્વના નંબર 2 એલેક્ઝાન્ડર ઝવેરેવને વોકઓવર મળ્યો અને તે પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચ્યો છે. યોકોવિચને મેલબોર્નના રોડ લેવર એરેનામાં પહેલા સેટમાં 7-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલિમ્પિક ટેનિસ ચેમ્પિયન યોકોવિચે બુધવારે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનના ત્રીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારેઝને ચાર સેટ સુધી ચાલેલી મેચમાં પાછળ રહીને હરાવ્યો હતો. યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સમાં સૌથી સફળ ખેલાડી છે. તેણે આ ખિતાબ 10 વખત જીત્યો છે. મેચમાંથી ખસી ગયા બાદ મીડિયા સાથે વાત કરતા યોકોવિચે કહ્યું- મેં સ્નાયુની ઇજાને નિયંત્રિત કરવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરી, પરંતુ પ્રથમ સેટ પૂરો થયા પછી, મને વધુ દુખાવો થવા લાગ્યો અને તે સંભાળવા માટે ખૂબ જ વધી ગયું. દર્શકોએ યોકોવિચ સામે હૂટિંગ કરી
યોકોવિચના ખસી ગયા પછી, રોડ લેવર એરેનામાં હાજર દર્શકોએ તેની સામે હૂટિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી ઝવેરેવે તેનો બચાવ કર્યો. ઝવેરેવે કહ્યું- મહેરબાની કરીને કોઈપણ ખેલાડી જ્યારે ઈજાને કારણે બહાર હોય ત્યારે તેને હુરિયો ન બોલાવો. હું જાણું છું કે દરેક જણ ટિકિટ માટે ચૂકવણી કરી છે, પરંતુ નોવાકે છેલ્લા 20 વર્ષોમાં રમતમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે. ઝવેરેવ હજુ સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યો નથી
વર્લ્ડ નંબર-2 એલેક્ઝાન્ડર ઝવેરેવ તેના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની શોધમાં છે. તે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચ્યો છે. તેને ગયા વર્ષે ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યોકોવિચના નામે 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે
યોકોવિચે તેની કારકિર્દીમાં 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, જેમાંથી તેણે સૌથી વધુ 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે. યોકોવિચ 7 વખત વિમ્બલ્ડન ટાઈટલ પણ જીતી ચૂક્યો છે. તેના નામે 4 યુએસ ઓપન અને 3 ફ્રેન્ચ ઓપન ટાઇટલ પણ છે. મહિલા સિંગલ્સની ફાઈનલ સબલેન્કા-કીઝ વચ્ચે રમાશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન આરીના સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સબાલેન્કાએ સતત ત્રીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં જગ્યા બનાવી છે. 25 જાન્યુઆરીએ ટાઈટલ મેચમાં તેનો સામનો અમેરિકાની મેડિસન કીઝ સામે થશે. ઓસ્ટ્રેલિયન ઓપન 1905 થી રમાઈ રહી છે
ઓસ્ટ્રેલિયન ઓપન એ વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે. ઓસ્ટ્રેલિયાના લૉન ટેનિસ એસોસિયેશનએ 1905માં આ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી, જે અગાઉ ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપ તરીકે ઓળખાતી હતી. ઓસ્ટ્રેલિયાનું લૉન ટેનિસ એસોસિયેશન પાછળથી ‘ટેનિસ ઑસ્ટ્રેલિયા’ બન્યું. આ પછી ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપનું નામ બદલીને ઓસ્ટ્રેલિયન ઓપન રાખવામાં આવ્યું. 1969 થી આ ટેનિસ ટુર્નામેન્ટ સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જાણીતી બની. વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે
ટેનિસમાં 4 ગ્રાન્ડ સ્લેમ છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનથી શરૂ થતા તમામ ચાર વાર્ષિક આયોજન કરવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન મે અને જૂનમાં યોજાય છે. વિમ્બલ્ડન જુલાઈમાં અને યુએસ ઓપન ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાય છે. યુએસ ઓપન એ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments