back to top
Homeદુનિયાટ્રમ્પને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવા માટે બિલ રજૂ:રિપબ્લિકન સાંસદોએ કહ્યું- તેમને બીજી...

ટ્રમ્પને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવા માટે બિલ રજૂ:રિપબ્લિકન સાંસદોએ કહ્યું- તેમને બીજી તક મળવી જોઈએ; USમાં માત્ર બે વાર રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી

ડોનાલ્ડ ટ્રમ્પને ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવા માટે ગુરુવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સીએનબીસી અનુસાર આ બિલ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ એન્ડી ઓગલ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કરતી વખતે ઓગલ્સે કહ્યું કે ટ્રમ્પ એક માત્ર એવા વ્યક્તિ છે જે અમેરિકાને ફરીથી મહાન બનાવી શકે છે. ઓગલ્સ કહે છે કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે ટ્રમ્પને વધુ સમય આપવો જોઈએ. એ મહત્ત્વનું છે કે અમે ટ્રમ્પને જો બાઇડનના કાર્યકાળ દરમિયાન થયેલી ભૂલોને સુધારવા માટે તમામ જરૂરી સંસાધનો આપીએ. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે સતત બે વખત રાષ્ટ્રપતિ રહી ચૂકેલી કોઈપણ વ્યક્તિ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં. ટ્રમ્પ 2020માં જો બાઇડન સામે ચૂંટણી હારી ગયા હતા, એવામાં તેઓ ત્રીજીવાર પણ રાષ્ટ્રપતિ ચૂંટાવા માટે યોગ્ય રહેશે હાલમાં, અમેરિકન બંધારણ મુજબ કોઈ વ્યક્તિ ફક્ત બે વાર જ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે. 1951માં 22મા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ પદ પર બે મુદતની મર્યાદા લાદવામાં આવી હતી. માત્ર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ચાર વખત અમેરિકન પ્રમુખ તરીકે સેવા આપી હતી. સંસદમાં ટ્રમ્પની બહુમતી છે, બિલ પાસ કરવું હજુ મુશ્કેલ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની યુએસ સંસદની સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​બંનેમાં બહુમતી છે, પરંતુ તેમ છતાં આ બિલ પસાર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. કારણ કે તેને પસાર કરવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે. જ્યારે રિપબ્લિકન પાસે સેનેટમાં 100માંથી 53 અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 435માંથી 220 બેઠકો છે. આ સિવાય આ બિલને 50માંથી 38 રાજ્યોના સમર્થનની પણ જરૂર પડશે. હાલમાં વિપક્ષી ડેમોક્રેટ પાર્ટી 22 રાજ્યોમાં સત્તા પર છે. ટ્રમ્પ પુતિનની વ્યૂહરચના અપનાવી શકે છે ટ્રમ્પ પોતે ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ બે ટર્મ પછી પણ સત્તામાં રહેવા માગે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે જો ટ્રમ્પને ત્રીજી ટર્મ નહીં મળે તો તેઓ સત્તામાં રહેવા માટે અન્ય પદ્ધતિઓ અપનાવી શકે છે. હેમિલ્ટન કોલેજના પ્રોફેસર ફિલિપ ક્લિંકનર અનુસાર, ટ્રમ્પ 2028માં ઉપરાષ્ટ્રપતિ બની શકે છે અને જેડી વેન્સ અથવા અન્ય કોઈને નજીવા પ્રમુખ બનાવી શકે છે. પુતિને રશિયામાં આવું જ કંઈક કર્યું, આ સિવાય તેઓ પોતાના પરિવારના કોઈપણ સભ્યને રાષ્ટ્રપતિ બનાવી શકે છે, જેથી તેઓ પડદા પાછળથી સરકાર પર નિયંત્રણ જાળવી શકે. પુતિન 2000 થી 2008 સુધી સતત બે વખત રશિયાના રાષ્ટ્રપતિ હતા. રશિયાના બંધારણ મુજબ તેઓ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ ન બની શક્યા. આવી સ્થિતિમાં તેમણે પોતાના વિશેષ સચિવ દિમિત્રી મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવ્યા. આ સમયગાળા દરમિયાન પુતિને ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments