back to top
Homeબિઝનેસસામાન્ય બજેટ સરવે:67%એ સ્વીકાર્યું...બજેટ અપેક્ષા મુજબ રહેશે, મોંઘવારીએ 59%ની ચિંતા વધારી

સામાન્ય બજેટ સરવે:67%એ સ્વીકાર્યું…બજેટ અપેક્ષા મુજબ રહેશે, મોંઘવારીએ 59%ની ચિંતા વધારી

વૈશ્વિક માર્કેટિંગ ડેટા અને એનાલિટિક્સ કંપની કૈન્ટાએ સામાન્ય બજેટને લઈ સરવે કર્યો છે. પહેલી ફેબ્રુઆરી રજૂ થનારા બજેટથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સરવેમાં જાણવા મળ્યું કે ભારતીય કન્ઝ્યુમરનો આત્મવિશ્વાસ ઘટ્યો છે અને અપેક્ષાઓ બદલાઈ છે. તેમાં 67% ભારતીયોએ સ્વીકાર્યું કે આ વખતે બજેટ તેમની અપેક્ષાઓ મુજબ હશે. જોકે આવી આશા રાખનારા લોકોની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહી છે. બીજી તરફ, 59%એ વધતી મોંઘવારીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. સરવેમાં લોકોએ ઈન્કમટેક્સમાં રાહત, મેડિકલ ઇન્સ્યોરન્સમાં છૂટ અને મોંઘવારીના ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી છે. 50%એ એઆઈનો દુરુપયોગ અને નાણાકીય સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી. બજેટમાં રોજગાર, જીવનનિર્વાહ માટે વધતા ખર્ચ જેવા પડકારોનું સમાધાન થશે. આશા: મધ્યમ આવકવાળાને સરકાર ટેક્સમાં છૂટ આપશે
53% ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ છેલ્લાં થોડાંક વર્ષોની તુલનામાં ઝડપથી વધશે. જોકે ગત વર્ષે આવું વિચારનારા 57 ટકા હતા.
51% લોકોએ કહ્યું કે મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ છૂટ વધે. આવું વિચારવાવાળા ગત વર્ષે 42 ટકા લોકો હતા. ખિસ્સું સંકોચાઈ ગયું તો નાના પેકેટ કે બ્રાન્ડ વગરની પ્રોડક્ટની ખરીદી વધી
શહેરી કન્ઝ્યૂમર છેલ્લા 6 મહિનાથી નાણાકીય તણાવમાં છે. તેને કારણે ઘરના બજેટને સંભાળવા માટે લોકો નાના પેકેટ કે બ્રાન્ડ વગરની પ્રોડક્ટ ખરીદવા મજબૂર થયા છે. કંપનીઓ આ તણાવનું મુખ્ય કારણ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડને માને છે. એચયુએલે હાલમાં પોતાનાં નાણાકીય પરિણામો બાદ શહેરી વપરાશના ટ્રેન્ડને લઈને જણાવ્યું કે લોકો ઝડપથી નાના પેક પસંદ કરી રહ્યા છે. કંપનીએ પણ કહ્યું કે 6 મહિનાથી આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કારણ કે આ દરમિયાન એફએમસીજી પ્રોડક્ટની માંગ ઘટી છે. ભારતીયોને આશા છે કે સરકાર પગારદાર વર્ગ, ખાસ કરીને મધ્યમ આવકવાળાને ઈન્કમટેક્સમાં રાહત આપશે. મૂળ આવકવેરા મુક્તિમર્યાદા 3 લાખથી વધારવી, સ્ટાન્ડર્ડ છૂટને 75 હજારથી વધારીને 1 લાખ રૂપિયા (ન્યૂ ટેક્સ રિજિમ) કરવાની પણ આશા વ્યક્ત કરી છે. મોટા ભાગના લોકો એવું પણ ઈચ્છે છે કે 15 લાખથી ઉપરની આવક પર લાગુ 30% ટેક્સને ઘટાડવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments