back to top
Homeગુજરાતભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:12મીએ ભારત-ઇંગ્લેન્ડ મેચ, સ્ટેડિયમના ઘાસને નુકસાન ન થાય તે માટે...

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:12મીએ ભારત-ઇંગ્લેન્ડ મેચ, સ્ટેડિયમના ઘાસને નુકસાન ન થાય તે માટે ઇટાલીથી ખાસ મગાવાયેલી વ્હાઇટ શીટ પથરાઈ

શનિવારે બપોરે બે વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ કોલ્ડ પ્લે કોન્સર્ટ શરૂ થશે. બે દિવસના આ કોન્સર્ટમાં દેશ અને વિદેશમાંથી બે લાખથી વધુ દર્શકો આવવાનો અંદાજ છે. છેલ્લા 10 દિવસથી કોન્સર્ટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે પોલીસ અને કોલ્ડ પ્લેના પર્ફોર્મર્સે આખરી રિહર્સલ કર્યું હતું. દરેક વ્હિકલને ચોક્કસ નંબર સાથે ઓળખ અપાઈ છે. સ્ટાફ અથવા વીઆઈપી ગેસ્ટને લાવવા-લઈ જવા માટે સ્ટેડિયના પાર્કિંગમાં ગોલ્ફકારની વ્યવસ્થા છે. સિટ નંબર અને રો તથા ડિરેક્શન પ્રમાણે જ દરેક વ્યક્તિને ગેટથી એન્ટ્રી અપાશે. ઈવેન્ટના આગલા દિવસે પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.12 ફેબ્રુઆરીએ મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા અને ઈંગલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. મેદાનને ક્ષતી ન પહોંચે તે માટે કોલ્ડ પ્લે દરમિયાન સમગ્ર ગ્રાઉન્ડમાં વ્હાઇટ શિટ પાથરવામાં આવી છે. આ ઉપરાંત પીચને પણ કવર કરી તેને સુરક્ષિત કરાઈ છે. આ વ્હાઇટ શિટ ખાસ ઈટાલીથી મંગાવાઈ છે, તેનાથી ઘાસને નુકસાન નહીં થાય. દિવ્યાંગ દર્શકો માટે સાઇન લેંગ્વેજ એક્સપર્ટ પણ હાજર હશે
મોદી સ્ટેડિયમમાં દરેક કેટેગરીના પ્રેક્ષકો કોન્સર્ટ માણી શકે તેને ધ્યાનમાં લઈને સ્ટેજ અને એલઈડી ડિઝાઈન કરવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે સાઈન લેંગ્વેજ એક્સપર્ટની વ્યવસ્થા કરાઈ છે. કોન્સર્ટના 500થી વધુ ક્રૂ મેમ્બર વેગન ડાયેટને વરેલા છે. ક્રૂમાં 50 ટકા મહિલા છે. કોલ્ડ પ્લેનો દરેક કોન્સર્ટ પર્યાવરણ સંરક્ષણને વરેલો છે. આ શૉથી યુવા પેઢીને મેસેજ આપશે. પર્યાવરણનો થીમ હોવાથી સ્ટેડિયમમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા 1100 પોલીસ રોડ પર તહેનાત કરાશે
સમગ્ર વ્યવસ્થા અને સુરક્ષા બાબતે સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું હતુ કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના છે તેમની સુરક્ષામાં યુનિફોર્મ અને સાદા કપડામાં ખાનગી સર્વેલન્સમાં 4 હજાર પોલીસ તહેનાત રહેશે. પાણીની વ્યવસ્થા નિ:શુલ્ક છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા 1100 જવાન સ્ટેડિયમને જોડતા રોડ પર ગોઠવાશે. ગમે ત્યાં વાહન પાર્ક કરનારનું વાહન ટો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments