back to top
Homeગુજરાતપહેલીવાર સરકારી સ્કૂલમાં ટેક્નોલોજીનું જ્ઞાન:સુમન શાળામાં ફાયર રોબોટ, ડ્રોન ટેકનોલોજી, એક્રોબેટિક શો...

પહેલીવાર સરકારી સ્કૂલમાં ટેક્નોલોજીનું જ્ઞાન:સુમન શાળામાં ફાયર રોબોટ, ડ્રોન ટેકનોલોજી, એક્રોબેટિક શો અને ડ્રોનની મદદથી થતા ટાઉન પ્લાનિંગનું પ્રદર્શન

ટેકનોલોજીના યુગમાં હવે સમયના પ્રવાહની સાથે વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન આપવું પણ ખૂબ જ જરૂરી છે. માત્ર પુસ્તકિય જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન અને ખાસ કરીને ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે. આજે (25 જાન્યુઆરી) સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ટેકનોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓને બાળપણથી જ મળે તેના પ્રયાસ કરવામાં આવ્યો છે. સુમન શાળાની અંદર વિદ્યાર્થીઓને એઆઈ સહિતની આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જાતે રોબર્ટ બનાવશે, જાતે ડ્રોન ઉડાડતા શીખશે
દેશની પ્રથમ સરકારી શાળા હશે કે, જ્યાં આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન બાળકોને શીખવવામાં આવતું હશે. અત્યાર સુધીમાં ખાનગી કેટલીક શાળાઓની અંદર આ પ્રકારે શીખવવામાં આવતું હતું, પરંતુ સરકારી શાળામાં આ પ્રયાસ નવો જ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મનપા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓએ રોબોટિક લેબ, એ.આઈ. રોબોટિક્સ, ડ્રોન, કોડીંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી લેબ, થ્રીડી પ્રિન્ટીંગ, ડ્રોન ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન, ડ્રોન એક્રોબેટિક. એઆઈ અને રોબોટિક્સ લેબનું શિક્ષણ વિદ્યાર્થીઓને શાળા કાળમાં જ મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે. AR અને VR ટેકનોલોજી, થ્રીડી ટેકનોલોજી, આજના સમયમાં આ પ્રકારનો જ્ઞાન મેળવવું પણ ખૂબ જ જરૂરી છે. બાળકોનું ભવિષ્ય આધુનિકતા તરફ આગળ વધારવું
બાળકો માત્ર ડ્રોન ઉડાવી શકે તે દિશામાં નહીં, પરંતુ પોતે ડ્રોન બનાવી શકે તેની ડિઝાઇન પણ બાળકો તૈયાર કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ રોબોટિક સાયન્સ તરફ પણ તેમને રસ પડે તેના માટે વ્યવસ્થા કરાય છે. બાળકો પોતાની રીતે રોબોટ બનાવશે. રોબર્ટની ડિઝાઇન પણ તેઓ જાતે જ તૈયાર કરશે. બાળકોને વિજ્ઞાનમાં વધારે રસ થાય તેમની સર્જનાત્મક શક્તિ પણ વધે અને આવનારા સમયમાં આધુનિક ટેકનોલોજીનો યુગ આવશે, ત્યારે તેઓ તેની સાથે કદમથી કદમ મિલાવી શકે તે પ્રકારનું જ્ઞાન અત્યારથી જ આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળામાં આ પ્રકારે બાળકોને રુચિ સાથે આધુનિક જ્ઞાનનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments