back to top
Homeભારતમમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની:સંતોએ કહ્યું, આમ કોઈને પણ ઊંચકીને આ સ્થાને ન...

મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની:સંતોએ કહ્યું, આમ કોઈને પણ ઊંચકીને આ સ્થાને ન બેસાડાય, ચારિત્ર્યવાન હોવું જરૂરી; આ સનાતન સાથે વિશ્વાસઘાત

ફેમસ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. શુક્રવારે મહાકુંભમાં સંન્યાસ લીધો. કિન્નર અખાડાના પ્રમુખ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને દીક્ષા આપી હતી. હવે તેનું નવું નામ શ્રીયામાઈ મમતા નંદ ગીરી છે. હવે મહામંડલેશ્વરની પદવીને લઈને સંતોમાં ભાગલા પડ્યા છે. એક તરફ સંતોનું કહેવું છે કે આવી રીતે કોઈપણને ઊંચકીને સંત ના બનાવી શકાય. તેનું ચારિત્ર્ય જોવામાં આવે છે. કિન્નર અખાડાને માન્યતા આપીને મહાપાપ થયું છે. બીજી તરફ સંતોએ કહ્યું- મમતા પર જે આરોપ લાગ્યા હતા. તે હજુ સુધી સાબિત થયા નથી. સંન્યાસ લેવાનો અધિકાર બધાને છે. એક વૈશ્યાને પણ ગુરુ બનાવવામાં આવ્યા હતા. એટલે યોગ્યતાથી કોઈને પણ મહામંડલેશ્વર બનાવી શકાય છે. આવો, જાણીએ કે જ્યારે મમતા મહામંડલેશ્વર બની ત્યારે અન્ય અખાડાઓના મહામંડલેશ્વરે શું કહ્યું હતું. પરંતુ, આગળ વધતા પહેલા જુઓ 2 તસવીરો- આનંદ સ્વરૂપે કહ્યું- કિન્નર અખાડાને માન્યતા આપવી એ બહુ મોટું પાપ હતું મમતા કુલકર્ણીને કિન્નર અખાડાથી મહામંડલેશ્વર બનાવવાને લઇને શાંભવી પીઠાધીશ્વર શ્રી સ્વામી આનંદ સ્વરૂપ મહારાજે આકરી પ્રતિક્રિયા આપી. કહ્યું- ગયા કુંભમાં કિન્નર અખાડાને માન્યતા આપીને મહાપાપ થયું હતું, જે પ્રકારની અનુશાસનહીનતા થઈ રહી છે, તે ખૂબ જ ઘાતક છે. આ સનાતન ધર્મ સાથે એક દગો છે, એક કપટ છે. મેં મમતાને કહ્યું- આ લોકોના ષડયંત્રમાં ના પડશો. સ્ત્રી માટે સંન્યાસ નથી. તમામ એવી પરંપરા છે, જેમાં તમે અલગ રહી શકો છો. તેમણે વધુંમાં કહ્યું કે એવી જગ્યાએ ના જાવ કે લોકો તમારા ઉપર થૂંકે. કિન્નર અખાડાને લોકો મજાકમાં લઈ રહ્યા છે. ત્યાં જ્ઞાનની ભક્તિની વાત થઈ રહી નથી. કુંભનો મજાક બનાવવાની કોશિશ થઈ રહી છે. જ્યારે-જ્યારે અધર્મ થશે, ત્યારે હું બોલીશ. મમતાનું નામ ખૂબ જ મોટું છે. આ લોકો તેના નામ પર વેપાર કરશે. મમતા કુલકર્ણીનો વિષય ખૂબ જ ઘાતક અને ધર્મની વિરુદ્ધ છે. ચકાસણી બાદ જ મહામંડલેશ્વર બનાય છે નિરંજની આનંદ અખાડાના મહામંડલેશ્વર બાલકાનંદજી મહારાજે કહ્યું- હું આમાં તપો નિધિ પંચાયતી આનંદ અખાડાના આચાર્ય મહામંડલેશ્વરના પદ પર છું, તેથી હું તેના પર ટિપ્પણી કરીશ નહીં. આ અખાડાની પરંપરા છે. મહામંડલેશ્વર પદ અખાડાનું છે. બધા અખાડા સ્વતંત્ર છે. મહામંડલેશ્વર બનાવવા માટે આમ જ કોઈને ઊંચકીને બેસાડી શકાય નહીં. અમારી પાસે 7 શૈવ અખાડા છે. પરંપરા એવી છે કે આપણે કોઈને મહામંડલેશ્વર બનાવીએ તો સૌથી પહેલા તેની તપાસ થાય છે. તેની તમામ માહિતી લેવામાં આવે છે. એવું જોવામાં આવે છે કે કેવા પ્રકારની વ્યક્તિ છે? તેનું પાત્ર શું છે? તેનું જીવન કેવું છે, તેની દિનચર્યા કેવી રહી છે. તે કયા પરિવારમાંથી આવે છે? તેનું વર્તન કેવું છે? સંન્યાસ લીધાને કેટલા દિવસો વીતી ગયા? આ બધી વસ્તુઓ જોવામાં આવે છે. જો તેણે સંન્યાસ ન લીધો હોય તો તેને મહામંડલેશ્વર ન બનાવી શકાય. જે પદ પર બેસાડવામાં આવે છે, તેના ગુણ જોવામાં આવે છે પંચ દશનામ અગ્નિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર રામકૃષ્ણાનંદ ગિરીએ કહ્યું- અમે માનીએ છીએ કે અખાડામાં મહામંડલેશ્વરનું પદ આચાર્ય પછી જ છે. તે એક માનનીય પદ છે. અખાડાના પંચ અને અધિકારીઓની નિમણૂક કરનારાઓએ એકવાર તપાસ કરવી જોઈએ કે તેઓ જે વ્યક્તિને આ પદ પર નિયુક્ત કરી રહ્યા છે તેનામાં તે ગુણ છે કે નહીં વધારેમાં વધારે તેની પાસે આચાર-વિચાર હોવા જોઈએ, વ્યક્તિનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ, તેની પાસે સારું જ્ઞાન હોવું જોઈએ જેથી તે સમાજને સારી દિશા આપી શકે. આ પહેલાં તેનું બેકગ્રાઉન્ડ પણ સારું હોવું જોઈએ. તેનું એવું ચરિત્ર હોવું જોઈએ, જેના લીધે સમાજમાં તેના ઉપર કોઈ આંગણી ના ઉઠાવે. સિંહાસન પર કોણ બેઠું છે તે મહત્ત્વનું નથી, પહેલા એ જોવું જોઈએ કે તેની પાસે આ યોગ્યતા છે કે નહીં. પદ પર રહેલાં લોકોએ પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ, જેથી તે પદની ગરિમા જળવાઈ રહે અને સનાતન ધર્મમાં લોકોની શ્રદ્ધા જળવાઈ રહે. આ બધા માટે ચારિત્ર્ય હોવું જરૂરી છે. યતિ નરસિમ્હાનંદે કહ્યું- કડક માપદંડ હોવા જોઈએ શ્રી પંચદશનમ જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદ ગિરીએ કહ્યું- હું મમતા કુલકર્ણીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તે એક સારી છોકરી છે. ખૂબ સારા પરિવારમાંથી આવે છે. તે તેનો માર્ગ ભટકી ગઈ હતી. તે ગુનાખોરીના દાયરામાં આવી ગઇ હતી. મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા શું છે? તેના પર યતિએ કહ્યું- હું વિનંતી કરીશ કે જે લોકો મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનાવી રહ્યા છે, તેઓ થોડી ધીરજ રાખે. કેટલાક દિવસ તે સાધુ તરીકે જીવે અને તેમના જીવન પર નજર રાખવી જોઈએ. હું તેમના ઉપર કોઈ શંકા કરી રહ્યો નથી. મહામંડલેશ્વર માટે કેટલાક માપદંડ કડક હોવા જોઈએ. મારો પોતાનો મત છે કે તરત જ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવી યોગ્ય નથી. હું સંત બનવાનું સ્વાગત કરું છું. પરંતુ મહામંડલેશ્વર બનવા માટે તેણે ધોરણોને પૂર્ણ કરવા પડશે. અત્યાર સુધી તેમણે સનાતન ધર્મ માટે કંઈ કર્યું નથી. જો કે, ધોરણો અખાડાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. મહામંડલેશ્વર બનતા પહેલા હું 20 વર્ષ સુધી સંન્યાસી હતો. પણ હવે મમતાએ મહામંડલેશ્વર બનતા પહેલા થોડી સેવા કરવી જોઈએ, તેમનો માર્ગ મુશ્કેલ હોવો જોઈએ. અખાડા પરિષદના પ્રમુખે કહ્યું- મમતાનો સ્વીકાર, પરંતુ કોઈએ માત્ર નામ કમાવવા માટે મહામંડલેશ્વર ન બનવું જોઈએ
અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું – મમતાનું ઘણા આશીર્વાદ સાથે સ્વાગત છે. વૈરાગ્ય ગમે ત્યારે આવી શકે છે. વૈરાગ્ય કોના પર આવે છે તે કોઈ કહી શકતું નથી. આપણી પરંપરામાં ઘણા મહાન ઋષિઓ થયા છે, જેઓ ડાકુ હતા તે મહાન સંત થયા છે. જો મમતાજીને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મળ્યો છે તો તે ખૂબ જ સારી વાત છે. મંડલેશ્વર એટલે મંડળના ભગવાન. તેઓએ એક જૂથ સાથે આગળ વધવું પડશે. તેમની સાથે સેંકડો સંતો હોવા જોઈએ. તેઓએ ધર્મનો પ્રચાર કરવો જોઈએ. હું ઈચ્છું છું કે જો મમતાજી મહામંડલેશ્વરના સાચા અર્થને અનુસરે તો આપણી આધ્યાત્મિક પરંપરા સમગ્ર દેશમાં સર્વોચ્ચ શિખરે પહોંચે. મમતા કુલકર્ણી ભૂતકાળમાં ડ્રગ્સના આરોપોમાં ઘેરાયેલી હોવાના સવાલ પર રવિન્દ્ર પુરીએ કહ્યું- તે પહેલા કેવી હતી તે જાણવાની જરૂર નથી. ભૂતકાળમાં તેમના પર જે પણ આક્ષેપો થયા હતા તે સાબિત થઈ શક્યા નથી. આજકાલ આક્ષેપો કરવા ખૂબ જ સરળ છે. આ એક ટ્રેન્ડ બની ગયો છે. દેશની તમામ મોટી હસ્તીઓ આરોપીઓ બનતી રહે છે. હું ઈચ્છું છું કે આ એક ખૂબ જ સારી પહેલ છે. નામ કમાવા માટે કોઈએ મહામંડલેશ્વર ન બનવું જોઈએ. ઘણી વખત અમે સારા લોકોને મહામંડલેશ્વર બનાવ્યા, તેઓએ 2 વર્ષ પછી જ પેન્ટ પહેરવાનું શરૂ કર્યું, પરંતુ મમતાજીએ આવું ન કરવું જોઈએ. આ ખૂબ જ સારી પહેલ છે, અમારી સનાતન પરંપરાને અનુસરો. રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું- જુના અખાડામાં કોઈને પ્રત્યક્ષ મહામંડલેશ્વર બનાવવાની પરંપરા નથી જુના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા નારાયણ ગિરીજી મહારાજે કહ્યું- કિન્નર અખાડાની નોંધણી 2019માં થઈ હતી. તે જુના અખાડાની શાખા છે. શ્રી મહંત જી મહારાજે તેમને હિંદુ પરંપરામાં જોડાવા માટે અખાડામાં સામેલ કર્યા હતા. જ્યારે એક અખાડો સંપૂર્ણ રીતે રચાય છે, ત્યારે તેમની પાસે કોઈને મહંત, સાધ્વી અથવા મહામંડલેશ્વર બનાવવાની શક્તિ હોય છે. તે કોઈપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આમાં કોઈપણ પુરુષ, સ્ત્રી કે નપુંસક કોઈપણ પદવી મેળવી શકે છે. દરેક અખાડાના પોતાના માપદંડ હોય છે. તેમણે કહ્યું – સન્યાસી અખાડા દેશના કોઈપણ વિદ્વાન, કોઈપણ રાષ્ટ્રીય હિતમાં કામ કરતા, આધ્યાત્મિકતામાં કામ કરતા અથવા કોઈપણ સામાજિક કાર્ય કરતા કોઈપણ વ્યક્તિને મહામંડલેશ્વરની પદવી આપે છે. ફિલ્મ અભિનેત્રી બનવું એ કોઈ દોષ નથી. અહીં વેશ્યાને પણ ગુરુ બનાવવામાં આવી હતી, તેથી અહીં યોગ્યતા ધરાવતી કોઈપણ વ્યક્તિને મહામંડલેશ્વર બનાવી શકાય છે. મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા શું છે? આ પ્રશ્ન પર તેમણે કહ્યું – અખાડામાં સૌથી પહેલા એક મહાપુરુષ, અવધૂત, મહંત, શ્રી મહંતની રચના થાય છે. પછી અખાડા જુએ છે કે તે વ્યક્તિએ રાષ્ટ્રમાં ધર્મના પ્રચાર માટે કેટલું યોગદાન આપ્યું છે, કેટલું કામ કર્યું છે. તેના આધારે જ આગળના નિર્ણયો લેવામાં આવે છે. કોઈ વ્યક્તિ આવે છે, સંન્યાસી બનવાનું એલાન કરે છે અને આપણે તેમને સીધા જ મહામંડલેશ્વર બનાવી દઈએ છીએ, આ જુના અખાડાની પરંપરા નથી. શું મમતા કુલકર્ણી કિન્નર બની ગઈ છે?
કિન્નર અખાડામાં જોડાવા માટે કિન્નર હોવું જરૂરી નથી. સનાતન અને કિન્નરોમાં આસ્થા ધરાવનાર વ્યક્તિ આ અખાડામાં જોડાઈ શકે છે. આ અખાડામાં અન્ય 13 અખાડાઓની જેમ કોઈ મુશ્કેલ તપ અને સાધના નથી. મમતા વિવાદોમાં રહી, મેગેઝીન માટે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ
શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરનારી મમતા ત્યારે વિવાદમાં આવી જ્યારે તેણે 1993માં સ્ટારડસ્ટ મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. તે જ સમયે નિર્દેશક રાજકુમાર સંતોષીએ ફિલ્મ ‘ચાઈના ગેટ’માં મમતાને મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી હતી. શરૂઆતના મતભેદો પછી સંતોષી મમતાને ફિલ્મમાંથી બહાર કરવા માગતા હતા. રિપોર્ટ્સ અનુસાર અંડરવર્લ્ડનું દબાણ વધ્યા બાદ તેને ફિલ્મમાં રાખવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને બાદમાં મમતાએ પણ સંતોષી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડ્રગ માફિયા સાથે લગ્ન કર્યા, સાધ્વી બની મમતા પર દુબઈ સ્થિત અંડરવર્લ્ડ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરવાનો આરોપ હતો. જોકે, મમતાએ પોતાના લગ્નના સમાચારને હંમેશા અફવા ગણાવી હતી. મમતાએ કહ્યું કે મેં ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી. એ સાચું છે કે હું વિકીને પ્રેમ કરું છું, પણ તેને એ પણ ખબર હોવી જોઈએ કે હવે મારો પહેલો પ્રેમ ભગવાન છે. મમતાએ 2013માં તેમનું પુસ્તક ‘ઓટોબાયોગ્રાફી ઑફ એન યોગિની’ રિલીઝ કર્યું હતું. આ દરમિયાન તેણે ફિલ્મ જગતને અલવિદા કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, ‘થોડાં લોકો દુનિયાના કામ માટે જન્મ લે છે, જ્યારે થોડાં ઈશ્વર માટે જન્મે છે. હું પણ ઈશ્વર માટે જન્મી છું.. કરિયરની શરૂઆત તમિલ ફિલ્મથી કરી હતી મમતા કુલકર્ણીનો જન્મ 20 એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં થયો હતો. મમતાએ પોતાના કરિયરની શરૂઆત 1991માં તમિલ ફિલ્મ ‘નાનબરગલ’થી કરી હતી. વર્ષ 1991માં જ તેની પહેલી હિન્દી ફિલ્મ ‘મેરા દિલ તેરે લિયે’ રીલિઝ થઈ હતી. વેબસાઈટ IMDB અનુસાર, અભિનેત્રીએ પોતાના કરિયરમાં કુલ 34 ફિલ્મો કરી છે. મમતાને 1993માં ફિલ્મ ‘આશિક આવારા’ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ પછી તે ‘વક્ત હમારા હૈ’, ‘ક્રાંતિવીર’, ‘કરણ અર્જુન’, ‘બાજી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેની છેલ્લી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. તસવીરોમાં જુઓ મમતાથી યામાઈ મમતા નંદ ગિરિ બનવાની કહાની… , મમતા સાથે જોડાયેલા સમાચાર પણ વાંચો- અભિનેત્રી મમતા કુલકર્ણી મહાકુંભમાં મહામંડલેશ્વર બની: સંગમના કિનારે પિંડદાન, હવે મમતા નંદ ગિરી કહેવાશે બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. તેણે સંગમના કિનારે પિંડદાન કર્યું. હવે તેનું નામ મમતા નંદગિરિ રાખવામાં આવશે. ફક્ત તેનો પટ્ટાભિષેક બાકી છે. કિન્નર અખાડાએ તેને આ પદવી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments