back to top
Homeગુજરાતવિદ્યાર્થિની આપઘાત મામલે NSUI બાદ ABVPનો વિરોધ:ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર નારેબાજી,...

વિદ્યાર્થિની આપઘાત મામલે NSUI બાદ ABVPનો વિરોધ:ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર નારેબાજી, નિષ્પક્ષ તપાસ અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાત બાદ આજે (25 જાન્યુઆરી) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારના આક્ષેપ મુજબ, સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી. વિરોધ દરમિયાન ABVPના કાર્યકર્તાઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ ચીફલો કર્યા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. તેમની માગણી હતી કે, વિદ્યાર્થિનીની પરિસ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વિરોધ દરમિયાન અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સ્કૂલની બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ વીડિયો ફૂટેજમાં આવતી ઘટના અંગે પણ જવાબદારી નક્કી કરવાની માગણી કરી છે. વિરોધના મુખ્ય મુદ્દાઓ
1. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પર ફી માટેના દબાણ બંધ કરવા કડક નીતિ અમલમાં મૂકવી.
2. આ અકસ્માતમાં જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
3. શિક્ષણ ક્ષેત્રમાં ન્યાયસિદ્ધ વ્યવસ્થાનું અમલીકરણ કરવું. ABVPના વિરોધના કારણે આ મામલો હવે રાજકીય તેમજ સામાજિક દિશામાં વધુ ઉછળી રહ્યો છે. તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે શાળા અને પોલીસના પગલાં પર સૌની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments