અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા એ 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ ગતરોજ અમદાવાદ આવી પહોંચી છે. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. હાલ મેટ્રો સ્ટેશન અને મોટી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જમી થઈ રહી છે. ધીરે ધીરે લોકોને સ્ટેડિયમમાં પ્રેવેશ અપાઈ રહ્યો છે…