અમદાવાદે શનિવારની સાંજે પહેલીવાર મ્યુઝિક અને લાઇટ્સની યાદગાર જુગલબંદી નિહાળી હતી. બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેના નમો સ્ટેડિયમમાં પહેલા શૉએ માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો નિહાળનાર લાખો લોકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે કોલ્ડપ્લેએ તેમની દસકા લાંબી કરિયરમાં અત્યાર સુધીનું સૌથી વિશાળ સ્ટેડિયમ પર્ફોમન્સ આપ્યું હતું.
બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં લોકોનો પ્રવેશ શરૂ થયો હતો. સાંજ સુધીમાં આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. પ્રારંભમાં ભારતીય સિંગર જસલીન રૉયલ તથા પેલેસ્ટેનિયન સિંગર-પરફોર્મર એલિયાના સહિતના કલાકોરના પરફોર્મન્સ જમાવટ કરી હતી. એ પછી સાંજ ઢળતા ઝળહળતી રોશની અને આંખો આંજી દેતી આતશબાજી સાથે કોલ્ડપ્લેના પરફોર્મન્સે લોકોને જીવનની સૌથી યાદગાર ક્ષણોનો અનુભવ કરાવ્યો હતો. 28 ગ્રેમી નોમિનેશન, 7 જીતનાર કોલ્ડપ્લેને માણવા 200 શહેરમાંથી ચાહકો ઉમટ્યાં { 21% ટિકિટ્સ માત્ર મહારાષ્ટ્રના ચાહકોએ ખરીદી હતી. જ્યારે ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ સહિત નાના શહેરોમાંથી પણ લોકો આવ્યા હતાં. 1,00,000થી વધુ લોકો 5 કલાકનો જાદુઈ અનુભવ માણ્યો, સોશિયલ મીડિયા પર સેંકડો ફોટો-વીડિયો અપલૉડ { 28 રાજ્યના ચાહકોએ કોલ્ડપ્લે બેન્ડની ટિકિટ્સ બૂક કરવાનો પ્રયાસ કર્યો. કોલ્ડપ્લેકૉન્સર્ટની શરૂઆતમાં ભારતીય સિંગર જસલીન રૉયલે હિરિયે, રાંઝા સહિતના જાણીતા સૉંગ પર પર્ફોમ કરી રંગત જમાવી હતી. ક્રિસે ગુજરાતીમાં કહ્યું… કેમ છો, મજામાં? તમે બધા ખૂબ જ સુંદર લાગો છો…
લીડ સિંગર ક્રિસ માર્ટિને શરૂઆતમાં ગુજરાતીમાં બોલીને લોકોને ખુશ કરી દીધા હતા. તેણે કહ્યું કે, ‘કેમ છો તમે બધા મજામાં? આજે તમે બધા ખૂબ જ સુંદર લાગો છો.’ આટલું બોલ્યા પછી ક્રિસ એમપણ બોલ્યો, ‘ખોટું ગુજરાતી બોલું તો માફ કરશો.’ આ સાંભળી લોકોએ હર્ષનાદ કર્યો હતો. મ્યુઝિક અને લાઇટ્સ… પરફોર્મન્સની દરેક ક્ષણ મુજબ વિવિધ લાઇટ્સ
શૉની દરેક ક્ષણ મેજિકલ હતી. રૉક લાઉડ મ્યુઝિકના દરેક સૉંગ, દરેક પંક્તિઓ સાથે લાઇટ્સની અનોખી જુગલબંદીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ વિશાળ એલઇડી સ્ક્રીન પર બેન્ડના દરેક મેમ્બરની મૂવમેન્ટ, ચહેરાના ભાવ સ્પષ્ટ નિહાળી શકાતા હતા. સ્કાય ફૂલ ઑફ સ્ટાર્સ સૉંગ બાદ આતશબાજીએ રંગત જમાવી હતી. ગ્રહો-ગેલેક્સીની આંજી દેતી ઇમેજીસ સાથે કૉન્સર્ટ શરૂ. હર્ષનાદથી સ્ટેડિયમ ગાજી ઊઠ્યું, શરૂઆતમાં ‘હેલ્લો અમદાવાદ’ સાથે કૉન્સર્ટનો પ્રારંભ. નમસ્કારની મુદ્રામાં ક્રિસ અને કોલ્ડપ્લેની એન્ટ્રી થતાં જ હજારો લોકોના રિસ્ટબેન્ડથી સમગ્ર નમો સ્ટેડિયમ ઝળહળી ઊઠ્યું કલર પેરેડાઇઝ સૉંગમાં લોકોએ સૂર પુરાવ્યો ત્યારે બેન્ડમાં મલ્ટિકલર ઇફેક્ટ હતી. ફિક્સ યૂ સૉંગથી લોકો મંત્રમુગ્ધ. કૉન્સર્ટની પીક મૉમેન્ટ. ક્રિસ સાથે ગિટારિસ્ટે પણ સૂર પુરાવ્યો. અચાનક અંધારું થયું અને ઓ એન્જલ સૉંગ પર્ફોમ કરાયું. રૉક મ્યુઝિકનું પર્ફોમન્સ. માત્ર એક ગ્રીન લેસર લાઇટ અને ક્રિસનું યાદગાર પર્ફોમન્સ. છેલ્લે ક્રિસનું સૉલો પિયાનો પર્ફોમન્સ ઑડિયન્સ માટે સરપ્રાઇઝિંગ રહ્યું હતું. ‘વી પ્રે’ સૉંગમાં ક્રિસની સાથે શૉન અને એલિયાના આવ્યા. દિવ્યાંગો સમજી શકે એ માટે ક્રિસે સાઇન લેંગવેજમાં પરર્ફોમ કર્યું. ક્લાસિક અને રૉક પરર્ફોમ થયું. મિલિનિયલ્સને કનેક્ટ કરવા 90ના દાયકાના સૉંગ હતા. લોકોએ હાથ ઝૂલાવી સૂર પુરાવ્યો. સ્કાય ફૂલ ઑફ સ્ટાર્સ વખતે લોકો રીતસર મંત્રમુગ્ધ બન્યાં. ક્રિસે લોકોને ફોન, ફોટો, ઇન્સ્ટા બધુ ભૂલી ક્ષણને માણવા અપીલ કરી, જેની જાદુઈ અસર થઈ. છેલ્લે જ્યારે ક્રિસે કહ્યું કે દેખાવમાં ભલે બ્રિટિશર લાગીએ છીએ પણ અમે ગુજરાતી જ છીએ. સાંભળીને લોકો રાજીના રેડ થયા.