back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:નવરચના સ્કૂલ બાદ સતત બીજા દિવસે અલકાપુુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીને IED...

ભાસ્કર એક્સક્લુઝિવ:નવરચના સ્કૂલ બાદ સતત બીજા દિવસે અલકાપુુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીને IED બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાહિલ પંડ્યા 26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મૂકાયા હોવાની ધમકીઓ મળી રહી છે. નવચરના સ્કૂલની પાઇપ લાઇનમાં ટાઇમ બોમ્બ મૂકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપ લાઇનમાં રિમોટ સંચાલતિ બોમ્બ મૂકાયો હોવાનો ધમકીભર્યો ઈ-મેલ શુક્રવારે મોડી રાત્રે મળ્યો છે. પ્રજાસત્તાક દિવસના આગલા બે દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈ-મેલ આઈડી પર મોડી રાત્રે 3.07 વાગે manickavasagamramalingam@outlook.com ના આઈડી પરથી ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. જેમાં જણાવ્યું કે, હોટલના રૂમ અને પાઇપ લાઇનમાં આઇઇડી (બોમ્બ) મૂકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે. તમે તમામ ગેસ્ટને જાણ કરી દો. જોકે આ ઈ-મેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ-ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી. ટીમ દ્વારા હોટલના ખૂણે-ખૂણે ચેકિંગ કરાયું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નહતું. પોલીસ દ્વારા ઈ-મેલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોટલમાં 3 કલાક ચેકિંગ, ગેસ્ટને વેઇટિંગમાં ઊભા રખાયા
પોલીસે 3 કલાક સુધી હોટલનાં તમામ સ્થળો, રૂમ અને પાઇપ લાઇનનું ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઊભા રખાયા હતા, તેમ હોટલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન કશું વાંધાજનક મળી આવ્યું નહોતું. CRPF સ્કૂલો અને હોટલને મળેલી ધમકીમાં ઈ-મેલ આઈડીનું નામ સરખું
ઓક્ટોબર-2024માં સીઆરપીએફ સ્કૂલોને ધમકી મળી હતી. તે ઈ-મેલમાં માણિકવસગમ રામલિંગમનો ઉલ્લેખ હતો. હોટલને મળેલા ઈ-મેલનું આઈડી તે જ નામનું હતું. આ પેટર્ન કેટલેક અંશે સરખી હોવાનું અને ડર ફેલાવવા મોકલાયો હોવાનું પોલીસ સૂત્રોનું માનવું છે. વાંધાજનક કોઈ વસ્તુ ન મળતાં ક્લીયરન્સ અપાયું
બોમ્બ હોવાની ધમકી મળતાં પોલીસ હોટલ પર પહોંચી હતી. જ્યાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ હતી. જોકે કંઈ વાંધાજનક ચીજ-વસ્તુ ન મળતાં ક્લીયરન્સ અપાયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નવરચનાને મળેલો ઈ-મેલ મલેશિયા-રશિયા રૂટથી આવ્યો; ઇ-મેલના વીપીએન સહિતની તપાસનો ધમધમાટ
ભાયલી નવરચના સ્કૂલમાં ટાઇમ્ડ આઇઈડી(IEDs) મૂકાયા હોવાનો મેસેજ મળતાં જ અફરા-તફરી મચી ગઈ હતી. જોકે પોલીસે તપાસ કરતાં સ્કૂલમાંથી કશું વાંધાજનક મળ્યું નહોતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સૂત્રો મુજબ નવરચના સ્કૂલને મળેલો ઈ-મેલ મલેશિયા અને રશિયા જેવા દેશથી રૂટ થઈને આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસ ઈ-મેલના વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)ની તપાસ કરી રહી છે. ઈ-મેલ ડાર્ક વેબથી મોકલાયો હોવાથી તેનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરવું મુશ્કેલ બને છે. પોલીસે 85 વિદ્યાર્થી તપાસ્યા, સ્ટાફનાં નિવેદન લીધાં
તાલુકા પોલીસે નવરચના સ્કૂલના વિદ્યાર્થીઓનું લિસ્ટ મેળવ્યું હતું. ઈ-મેલને ધ્યાને લઈ નામના આધારે 85 વિદ્યાર્થીનું ચેકિંગ કરાયું હતું, જ્યારે 10થી વધુનાં નિવેદન નોંધ્યાં હતાં. સ્ટાફની પણ તપાસ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments