લંડનમાં રહેતી હેરિયેટ આ દિવસોમાં તેનાં બે બાળકોનાં બદલાયેલાં વર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. બંને બાળપણમાં એટલાં બધાં મિત્રતાભર્યા હતાં કે તેમને રોકવા મુશ્કેલ હતાં પરંતુ હવે તે ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી દે છે. ન્યૂયોર્કના બિઝનેસ કન્સલ્ટન્ટ લારાએ જણાવ્યું કે તેનું યુનિવર્સિટી ગ્રૂપ ધીમે ધીમે વિખેરાઈ ગયું છે કારણ કે તેમાંના મોટા ભાગના સાથીદારો સામાજિક બનવા માગતા નથી. કિશોરો અને યુવાનોની આ વિમુખતા ચિંતાનો વિષય બની રહી છે. બ્રિટિશ ટ્રેડ ગ્રૂપ નાઈટ ટાઈમ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશને એક અભ્યાસમાં જણાવ્યું છે કે 2020થી બ્રિટનની 37% નાઈટ ક્લબો બંધ થઈ ગઈ છે અને આ ટ્રેન્ડ અટક્યો નથી. મિશિગન યુનિવર્સિટીના અભ્યાસ મુજબ આ દિવસોમાં લોકો સામાજિક તાલમેલ માટેની 50 ટકા તકો છોડી દે છે. તેમાંથી મોટા ભાગના યુવાનો છે. મનોવિજ્ઞાની સુઝાન અલ્બર્સ કહે છે કે આજકાલ યુવાનો અભ્યાસનું દબાણ, કારકિર્દીની અનિશ્ચિતતા અને નાણાકીય મુશ્કેલીઓના કારણે દબાણ અનુભવે છે. આ દબાણો તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. પરિણામે મોજ-મસ્તી અને આરામ માટે ઓછો સમય બચે છે. ગેજેટ્સે પણ આ ટ્રેન્ડમાં વધારો કર્યો છે. સ્ક્રીન ટાઈમમાં વધારો થવાથી એકલતા, ચિંતા અને એકલાપણાની લાગણી થાય છે. આવી સ્થિતિમાં ડિજિટલ સંપર્ક વાસ્તવિક દુનિયાની વાતચીતનું સ્થાન લે છે. કોઈ અફસોસ નથી: હેલ્થ પ્રોફેશનલ જોનાથન લિબી કહે છે થોડા દિવસો પહેલાં તેણે નજીકના લોકોને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તેના બેસ્ટ ફ્રેન્ડે એમ કહીને ના પાડી દીધી કે તેને લગ્ન સમારોહમાં જવાનું છે. જ્યારે મેં તેના પરિવારના સભ્યોને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે તેનો મિત્ર ઘરે જ હતો. જ્યારે મેં મારા મિત્રને પૂછ્યું ત્યારે તેને કોઈ અફસોસ પણ નહોતો. સામાજિક પ્રવૃત્તિઓ સર્જનાત્મકતા-નિખાલસતાની લાગણીમાં વધારો કરે છે
મનોવિજ્ઞાની બોની કેલન કહે છે કે કિશોરો અને યુવાનોને મનોરંજન પ્રવૃત્તિઓ માટે સમય આપવો જરૂરી છે. જેનાથી તેઓ આ પ્રકારના પડકારોનો સરળતાથી સામનો કરવામાં સક્ષમ બને છે. તેમજ તે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. થેરેપિસ્ટ ચેરીલ સ્વેન્સન કહે છે આ રીતે સક્રિય રહેવાથી સામાજિક વર્તુળ વધે છે. સામાજિક પ્રવૃત્તિઓ સર્જનાત્મકતાને જોડે છે. જે જિજ્ઞાસા અને નિખાલસતાની ભાવનાને પ્રોત્સાહન આપી શકે છે.