સિવિલ હોસ્પિટલ દર્દીઓને સારી સારવાર આપવાનો દાવો કરે છે પરંતુ તબીબો મોડા આવતાં રોજ અનેક દર્દીઓ સારવાર વિના જ પરત જાય છે. સવારે 7 વાગ્યાથી જ દર્દીઓ લાઈન લગાવે છે. ઓપીડીનો સમય 9નો છે, પણ મોટાભાગના ડોક્ટરો 9.30 પછી જ આવે છે. કેટલાક તો 10 વાગ્યા સુધી રહી 12 વાગ્યે જતા રહે છે. ઓપીડી રેસિડેન્ટ ડોકટરો પર નિર્ભર છે. ઉપરાંત સિનિયર ડૉક્ટરને મળવા આવતા દર્દી નિરાશ થઈને જતા રહે છે અથવા સાંજે ઓપીડી ખુલવાની રાહ જોતા રહે છે. રોજ સરેરાશ 200 દર્દી સારવાર વિના જ પરત થઈ રહ્યા છે. ભાસ્કરે સોમવારે પીડિયાટ્રિક, મેડિસિન, ન્યૂરોલોજી, ઓર્થોપેડિક અને સર્જરી ઓપીડીમાં તપાસ કરી હતી. સવારે 8.30થી જ દર્દીઓ કતારમાં ઊભા રહેતા જણાયા હતા, પરંતુ ડૉક્ટર 9.30 વાગ્યા સુધી આવ્યા ન હતા. ઘણા તો 10 વાગ્યા સુધી ગેરહાજર હતા. બપોરના 12 વાગ્યા સુધી ફરી સમીક્ષા કરાતાં અનેક મોડા આવેલા ઘણા તબીબો ઓપીડીમાં હાજર જોવા મળ્યા ન હતા. પીડિયાટ્રિક : તબીબ 9:15 સુધી પોતાની ફરજ પર હાજર થયા ન હતા 9.15 વાગ્યે ડો. કીર્તિ મહેતા, ડો. અંકુર પટેલ અને ખુશ્બુ ચૌધરી હાજર ન હતા. કેટલાક રેસિડેન્ટ ડોકટરો ઓપીડીમાં આવ્યા હતા, જેથી દર્દીઓ સિનિયર ડોકટરોની રાહ જોતા જોવા મળ્યા હતા. ઓર્થો : મોડા આવેલા તબીબો બપોરે 12 વાગ્યા સુધીમાં રફૂચક્કર થઈ ગયા એસોસિયેટ પ્રોફેસર ડૉ. અંશુલ ગુપ્તા અને તેમની ટીમ 9.15 વાગ્યે હાજર હતી. જો કે, ઘણા ડોકટરો 12 વાગ્યે જતા રહ્યા હતા. હાડકાના દુખાવા, સંધિવા, સહિતના ઘણા દર્દીઓ સારવાર વિના જ પરત ફર્યા હતા. બ્રેઈન હેમરેજના દર્દીને 2 કલાક સુધી સારવાર ન મળી સર્જરી: તબીબ 9:15 સુધી આવ્યા નહીં મેડિસિન: એચઓડી અને પ્રોફેસર 9:30 સુધી ફરજ પર હાજર થયા ન હતા ન્યૂરોલોજી : દર્દીઓની કતારો હતી, પરંતુ ન્યૂરોલોજીસ્ટ 10 વાગ્યા સુધી ગેરહાજર સવારે 8:30 વાગ્યાથી દર્દીઓ લાઈનમાં ઊભા રહ્યા પણ ડોક્ટર સમયસર આવ્યા નહીં પીપલોદના રાજેશ વસાવા (45) અચાનક ચક્કર આવતાં પડી જતાં પુત્ર સિવિલ લઈ આવ્યો હતો. સવારે 8:15 વાગ્યે ઈમરજન્સીમાં કેસ પેપર કઢાયું. મેડિસિન વિભાગના ડો. તન્વીએ જણાવ્યું કે તેમના મગજમાં રક્તસ્ત્રાવ હોવાથી સર્જરી વિભાગનો કેસ છે. સર્જરી વિભાગના ડોક્ટરે જણાવ્યું કે દર્દીનું બ્લડ પ્રેશર વધુ હોવાથી મેડિસિન વિભાગની સારવાર બાદ જ આગળ વધીશું. સીટી સ્કેનમાં બ્રેઈન હેમરેજની પુષ્ટિ થઈ અને અધિકારીઓની દરમિયાનગીરી બાદ આખરે 10 વાગ્યે મેડિસીન વોર્ડમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક છે. 10 વાગ્યે એચઓડી ડો. નિમિશ વર્મા સહિતના તબીબો હાજર હતા. જો કે, મગજ અને ચેતાતંત્રને લગતી સમસ્યાઓની સારવાર માટે ન્યૂરોલોજીમાં આવેલા ઘણા દર્દીઓને પાછા ફરવું પડ્યું હતું. મેડિસિન વિભાગના એચઓડી ડો. કે.એન.ભટ્ટ અને અન્ય પ્રોફેસરો સવારે 9:30 વાગ્યા સુધી ઓપીડીમાં જોવા મળ્યા ન હતા. આ સાથે અનેક રેસિડેન્ટ ડોક્ટરો પણ ઓપીડીમાં આવ્યા ન હતા. જેના કારણે દર્દીઓની લાંબી કતારો લાગી હતી. 10 વાગ્યા સુધીમાં 50થી વધુ દર્દી કતારમાં હતા, એક-બે રેસિડેન્ટ ડોકટર આવી ગયા હતા પરંતુ ન્યૂરોલોજિસ્ટ ડો. હરેશ પારેખ ઓપીડીમાં જોવા મળ્યા ન હતા. જો કે પાછળથી આવીને દર્દીને તપાસતા હતા.