દુનિયામાં AIને નિયંત્રિત કરવા માટે મહાસત્તાઓ વચ્ચે એક યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ચીને સૌને ચોંકાવી દીધા છે. વાત જાણે એમ છે કે ચીનની AI સ્ટાર્ટઅપ કંપની DeepSeek એક એવું સસ્તું AI મોડેલ લઈને આવી છે જેણે યુએસ શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે યુએસ ચિપ નિર્માતા Nvidia કોર્પના શેર ગગડ્યા. Chatgpt જેવા ચીનના સસ્તા AI મોડેલ્સના ડરને કારણે, તેના 600 બિલિયન ડોલર થોડી મિનિટોમાં જ સ્વાહા થઇ ગયા. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Nvidia Corpના બજાર મૂલ્યમાં આ સૌથી મોટો ઘટાડો છે. ચીનના આ નવા AI મોડેલથી અમેરિકા કેટલી હદે ગભરાયેલું છે તે એ વાત પરથી સમજી શકાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને ચેતવતા આને વેકઅપ કોલ કહ્યો છે. Nvidia Corpની માર્કેટ કેપમાં ઐતિહાસિક ઘટાડો અમેરિકાની સૌથી મોટી ટેક કંપની Nvidia Corp અત્યાર સુધી AIના ક્ષેત્રમાં સૌથી આગળ છે. પરંતુ ચીનના AI સ્ટાર્ટઅપ DeepSeekએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે યુએસ શેરબજાર ખુલતાની સાથે જ Nvidia Corpના શેર એટલા ઘટી ગયા કે લોકો ચોંકી ગયા. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Nvidia Corpના બજાર મૂલ્યમાં આ સૌથી મોટો ઐતિહાસિક ઘટાડો છે, જેના કારણે વિશ્વભરની ટેક કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે. DeepSeek શું છે? DeepSeek AI કેમ વધુ સારો વિકલ્પ લાગે છે? ચીનની DeepSeek લોકો માટે મફત AI રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે તે સસ્તી ચિપ્સ અને ઓછા ડેટાનો ઉપયોગ કરે છે. DeepSeek એ ખ્યાલને પણ પડકારે છે કે AIના વિકાસથી મુખ્યત્વે ચિપ્સ અને ડેટા સેન્ટર જેવા ઘટકોની માગ વધશે. નવાઈની વાત એ છે કે DeepSeek-V3 મોડેલ ફક્ત 5.6 મિલિયન ડોલરમાં બનાવવામાં આવ્યું હતું. OpenAi, Google, Meta દ્વારા તેમના એઆઈ મોડેલો પર ખર્ચવામાં આવેલા નાણાંની સરખામણીમાં આ કંઈ નથી. આવી સ્થિતિમાં, ચીની ઉત્પાદનો AI ક્ષેત્રમાં પણ હિટ થતા દેખાઈ રહ્યા છે. Nvidia Corpના શેર લગભગ 13 ટકા ઘટ્યા રિપોર્ટ અનુસાર, યુએસ માર્કેટમાં Nvidia Corpના શેર લગભગ 13 ટકા ઘટ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડાને કારણે કંપનીના બજાર મૂલ્યમાં 465 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. Nvidiaના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ DeepSeek દ્વારા ઓછી કિંમતે વધુ સારા AI મોડેલ રજૂ કરવાનું હોવાનું કહેવાય છે. અમેરિકાએ ચીનને અદ્યતન સેમિકન્ડક્ટર ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી આ બન્યું છે. અમેરિકાએ ઘણા દેશો, ત્યાં સુધી કે તેના સાથી દેશોને પણ, એડવાન્સ Nvidia AI ચિપ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, સમગ્ર વિશ્વમાં ચિપ્સની ભારે અછત છે. વિશ્વભરની ટેક કંપનીઓ સામે મોટો પડકાર DeepSeekના એઆઈ આસિસ્ટન્ટે યુએસ એપલ એપ સ્ટોર પર ચેટજીપીટીને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયું છે. DeepSeekના આગમન સાથે, હવે Nvidia જેવી મોટી ટેક કંપનીઓ માટે નવા અને સસ્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલો સાથે સ્પર્ધા કરવી એક પડકાર છે. તમને જણાવી દઈએ કે ભારતમાં AI સંચાલિત ડેટા સેન્ટર પર કામ ચાલી રહ્યું છે.