એક્ટ્રેસ ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’થી પોતાની ઓળખ બનાવી હતી. હવે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે તેની કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા. તેણે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ખાસ કરીને કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે કેટલાક કાસ્ટિંગ ડિરેક્ટર નવા કલાકારો પાસે તેમની કમાણીનો એક ભાગ માગતા હતા. બોલિવૂડ બબલ સાથે વાત કરતાં ફાતિમા સના શેખે કહ્યું, ‘મને સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ માટે ફોન આવ્યો હતો. કાસ્ટિંગ એજન્ટે મને અનકમ્ફર્ટેબલ ફિલ કરાવ્યું હતું. તેણે મને પૂછ્યું કે તું શું તમે બધું કરવા તૈયાર છો? મેં જવાબ આપ્યો કે હું સખત મહેનત કરીશ અને રોલ માટે જે જરૂરી હશે તે કરીશ. પણ તે એ જ પ્રશ્નો વારંવાર પૂછતો રહ્યો. જો કે, મેં જાણી જોઈને તેને જવાબ ન આપ્યો, જેથી હું જોઈ શકું કે તે ક્યાં સુધી જઈ શકે છે. જો ફાતિમાનું માનીએ તો શરૂઆતના તબક્કામાં તેને લાગ્યું કે જો તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે તો તેના માટે બોલિવૂડમાં રસ્તો ખુલશે. આ આશા સાથે જ તે એક ફિલ્મ માટે ઓડિશન આપવા ગઈ હતી. બધા એક રૂમમાં હતા અને ડિરેક્ટર ઈશારો કરી રહ્યા હતા કે તમારે કેટલાક લોકોને મળવું પડશે. તેણે સીધું કંઈ કહ્યું નહીં, પણ તેનો અર્થ સ્પષ્ટ હતો. જો કે, એક્ટ્રેસે એમ પણ કહ્યું કે દરેક જણ આવા હોતા નથી. ફાતિમાએ કહ્યું, હું જાણું છું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો આવું વર્તન કરે છે. જ્યારે પણ હું કોઈ એક્ટ્રેસ પાસેથી આવી વાતો સાંભળું છું, ત્યારે મને જરાં પણ આશ્ચર્ય થતું નથી. કારણ કે આવી ઘટનાઓ ઘણા ફેમસ સ્ટાર્સ સાથે બની છે. વધુમાં, ફાતિમાએ જણાવ્યું કે દરેક સ્ટુડિયોમાં અલગ-અલગ ઓડિશન પ્રક્રિયા હતી. આ સ્ટુડિયોમાં આવતા કાસ્ટિંગ ડિરેક્ટર્સે પણ જાહેરાતો અને કમર્શિયલમાંથી કલાકારોને મળતા પૈસા પર હકનો દાવો કર્યો હતો. ઘણી વખત ડિરેક્ટરો તેમની કમાણીનો હિસ્સો અગાઉથી લઈ લેતા હતા. આ ફિલ્મોમાં જોવા મળી છે એક્ટ્રેસ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફાતિમા સના ટૂંક સમયમાં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મેટ્રો ધીસ ડેઝ’માં જોવા મળશે. તેમના ઉપરાંત તેમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર અને નીના ગુપ્તા પણ છે. પંકજ ત્રિપાઠી, કોંકણા સેનગુપ્તા અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2007 માં આવેલી ફિલ્મ ‘મેટ્રો’ ની સિક્વલ છે. તમને જણાવી દઈએ કે, ફાતિમા સના શેખ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘થાર’, ‘ધક ધક’ તેમજ ‘સેમ બહાદુર’માં જોવા મળી હતી.