શેરબજારમાં આજે એટલે કે 28મી જાન્યુઆરીએ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 75,700ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 22,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ અને IT શેર્સમાં તેજી જોવા મળી રહી છે. FMCG અને ઓટો શેર્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કેઈમાં 0.65%નો ઘટાડો આવતીકાલથી ડૉ.અગ્રવાલના હેલ્થ કેરનો IPO ખુલશે
ડૉ. અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આવતીકાલ (29 જાન્યુઆરી)થી ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 824 પોઈન્ટના ઘટાડા સાથે 75,366 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 263 પોઈન્ટ ઘટીને 22,829ના સ્તરે બંધ થયો હતો.