back to top
Homeદુનિયામુંબઈ હુમલાના આરોપી તહવ્વુરને NIA ભારત લાવશે:ટીમ 1-2 દિવસમાં અમેરિકા પહોંચશે, US...

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુરને NIA ભારત લાવશે:ટીમ 1-2 દિવસમાં અમેરિકા પહોંચશે, US સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે

મુંબઈ હુમલા (26/11)ના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે. અહેવાલો અનુસાર NIAની ટીમમાં ઈન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ હશે, જેઓ આ મહિને એટલે કે આગામી 1-2 દિવસમાં અમેરિકા જશે. આ અંગેની માહિતી ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને આપવામાં આવી છે. ગયા અઠવાડિયે અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ચુકાદા બાદ ભારતીય સત્તાવાળાઓએ રાણાને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી. તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને લશ્કર-એ-તૈયબાને સમર્થન આપવા બદલ યુએસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો. યુએસ કોર્ટે પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી દીધી 13 નવેમ્બર 2024ના રોજ રાણાએ નીચલી કોર્ટના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેને સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ ફગાવી દીધી. યુએસ સુપ્રીમ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. રાણા માટે પ્રત્યાર્પણ ટાળવાની આ છેલ્લી તક હતી. અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. યુએસ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. મુંબઈ હુમલાની 405 પાનાની ચાર્જશીટમાં રાણાના નામનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. આ મુજબ રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ચાર્જશીટ મુજબ રાણા હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો. 26 નવેમ્બર 2008એ મુંબઈ પર હુમલો થયો હતો, 166 લોકોનાં મોત થયાં હતાં રાણા-હેડલીએ મુંબઈ હુમલાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રાણા અને હેડલીએ આતંકવાદી ષડ્યંત્ર રચ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાના ષડયંત્રની યોજનામાં રાણાની મોટી ભૂમિકા હતી. કોને સજા થવાની બાકી છે? મુંબઈ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓમાં અજમલ કસાબ જ જીવતો પકડાયો હતો, જેને પાછળથી ફાંસીની સજા આપવામાં આવી હતી. આ હુમલામાં તહવ્વુર રાણા ઉપરાંત અન્ય માસ્ટરમાઇન્ડ સઈદ જબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ પણ સામેલ હતો. અબુ જુંદાલ આતંકવાદી સંગઠન લશ્કર માટે કામ કરતો ભારતીય ઓપરેટિવ હતો. 2012માં તેની ધરપકડ કરવામાં આવી હતી. કસાબે તેને ઓળખી કાઢ્યો હતો. ત્યારથી તે જેલમાં સજા કાપી રહ્યો છે. રાણાને હજુ સજા થવાની બાકી છે. હવે શું? રાણાની અપીલ 15 ઓગસ્ટ 2024એ ફગાવાઈ હતી પ્રત્યાર્પણના નિર્ણય સામે રાણાની અપીલ અમેરિકી અદાલતે 15 ઓગસ્ટે ફગાવી દીધી હતી. યુએસ કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. ભારતને સોંપવામાં ન આવે એ માટે પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાએ યુએસ કોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવે ત્યારે હેબિયસ કોર્પસ પિટિશનનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે લોસ એન્જલસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ભારતે જે આરોપોના આધારે તહવ્વુરના પ્રત્યાર્પણની માગ કરી છે એના પર વિચાર કરીને તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી શકાય છે. તેની સામે ચુકાદો આવ્યા બાદ રાણાએ નવમી સર્કિટ કોર્ટમાં બીજી અરજી કરી હતી. આ અંગેનો નિર્ણય ગુરુવારે આવ્યો હતો, જેમાં હેબિયસ કોર્પસ પિટિશનનો અસ્વીકાર યથાવત્ રાખવામાં આવ્યો હતો. પેનલે જણાવ્યું હતું કે રાણાના ગુનાઓ યુએસ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે. ભારતે હુમલાને લઈને રાણા પર લાગેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો. હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments