back to top
Homeસ્પોર્ટ્સભારતીય ફાસ્ટ બોલર શમી એકદમ ફિટ:બેટિંગ કોચે કહ્યું- ત્રીજી T-20માં રમવાનો નિર્ણય...

ભારતીય ફાસ્ટ બોલર શમી એકદમ ફિટ:બેટિંગ કોચે કહ્યું- ત્રીજી T-20માં રમવાનો નિર્ણય મેનેજમેન્ટ કરશે, એક વર્ષથી ક્રિકેટથી દૂર હતો

સોમવારે સાંજે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T-20 પહેલા ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ છે. ત્રીજી ટી-20 પહેલા મીડિયાએ શમીની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. કોટકે કહ્યું, ‘મોહમ્મદ શમી અત્યારે ફિટ છે, તેના રમવા અંગેનો નિર્ણય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર લેશે. હાલમાં શમીની ફિટનેસ પર કોઈ સવાલ નથી, પરંતુ તેના રમવા અંગે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે. શમીને ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ અને 19 ફેબ્રુઆરીથી રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સિરીઝની ત્રીજી મેચ આજે રાજકોટમાં સાંજે 7:00 વાગ્યાથી રમાશે. ODI વર્લ્ડ કપ ફાઇનલમાં છેલ્લે ભારત માટે રમ્યો હતો મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 19 નવેમ્બર, 2023ના રોજ રમી હતી. તે ODI વર્લ્ડ કપની અંતિમ મેચ હતી. તે મેચમાં શમીએ એક વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તે મેચ 6 વિકેટે હારી ગઈ હતી. ગયા વર્ષે પગની સર્જરી કરાવી હતી શમીએ જાન્યુઆરી 2024માં ઇંગ્લેન્ડમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. તે પછી શમી ઘણા મહિનાઓ સુધી બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો. આ પછી તેણે ઓક્ટોબર 2024માં રણજી ટ્રોફીમાં વ્યાવસાયિક ક્રિકેટમાં પુનરાગમન કર્યું. આ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન
શમી રણજી ટ્રોફીના રાઉન્ડ 1માં મધ્યપ્રદેશ સામેની બંગાળની મેચમાંથી ઈજા બાદ પરત ફર્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી (T-20) અને વિજય હજારે ટ્રોફી (ODI)માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માટે ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. ઇંગ્લેન્ડ મેચમાં સારું પ્રદર્શન કરવા તૈયાર- વુડ
મેચના એક દિવસ પહેલા ઇંગ્લેન્ડના ખેલાડી માર્ક વૂડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઇંગ્લેન્ડની ટીમ સકારાત્મક છે. સિરીઝમાં હજુ ત્રણ મેચ બાકી છે અને અમે તેને જીતવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચ ખૂબ જ નજીક હતી તેથી હવે ટીમ આગામી મેચમાં વધુ પ્રયાસો સાથે મેદાનમાં ઉતરશે. સિરીઝની બીજી મેચ ખૂબ જ મનોરંજક રહી હતી. T-20 ફોર્મેટમાં મેચનું વલણ ઝડપથી બદલી શકાય છે, તે પણ માત્ર એક ઓવરમાં, તેથી હવે ઇંગ્લેન્ડની ટીમ આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments