ગુજરાત યુનિવર્સિટીમાં દસ વર્ષ બાદ NACC ની ટીમ ઇન્સ્પેક્શન માટે આવી છે.વર્ષ 2015માં છેલ્લે NACC ની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.NACC ની ટીમ આવતા જ યુનિવર્સિટીનું રંગ રૂપ બદલાઈ ગયું છે.યુનિવર્સિટીમાં અગાઉ પેટ્રોલ ડીઝલની જે ગાડીઓમાં અધિકારીઓ ફરતા હતા તેની જગ્યાએ હવે ગોલ્ફ કારમાં ફરવા લાગ્યા છે.NACC ની ટીમને પણ ગોલ્ફ કારમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં વિઝીટ કરવામાં લઈ જવામાં આવી રહ્યા છે.ટીમ આવતા યુનિવર્સિટીના ક્લાર્કથી લઈને પ્રોફેસર સુધી તમામે પ્લેઝર પહેર્યા છે.લગભગ 300 જેટલા બ્લેઝર ખરીદવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં રાતોરાત સુવિધા ઉભી કરી બોલિવૂડની બાદશાહ ફિલ્મ જેવો સીન ઉભો કરાયો છે. 10 વર્ષ બાદ NAACનું ઈન્સ્પેક્શન
10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીએ NACC ના એક્રીડેશન માટે એપ્લાય કર્યું હતું જેથી ગુજરાત યુનિવર્સિટીમાં આજે સવારે NACC ની ટીમ વિઝિટ માટે આવી છે.ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કરશે.ટીમ આવતા શરૂઆતમાં ટાવરમાં લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ ડીન અને અન્ય હેડ સાથે ઇન્ટરેકશન માટે લઈ જવામાં આવ્યા હતા.યુનિવર્સિટી દ્વારા પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. ઈન્સેપેકશનના પગલે યુનિવર્સિટી સંકુલના રંગરૂપ બદલાયા
NACC ની ટીમ આવવાની હોવાથી છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીમાં સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. યુનિવર્સિટીનું રૂપ રંગ બદલી કાઢવામાં આવ્યું છે.યુનિવર્સિટીમાં અત્યારે જગ્યા જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ જોવા મળી રહ્યા છે.ક્લાર્કથી લઈને અધિકારીઓ સુધી તમામ બ્લેઝરમાં જોવા મળ્યા છે.અગાઉ રસ્તા પર વિદ્યાર્થીઓ જોવા મળતા હતા તેને પણ અત્યારે દૂર કરવામાં આવ્યા છે.કુલપતિ,રજિસ્ટ્રાર અને વિભાગના વડા સહિતના અધિકારીઓ અગાઉ જે કારમાં જતા હતા તેની જગ્યાએ હવે ગોલ્ફ કારમાં આવતા જતા જોવા મળ્યા છે.NACC ની ટીમ પણ ગોલ્ફ કારમાં જ ફેરવવામાં આવી છે.હજુ 3 દિવસ સુધી યુનિવર્સિટી આ રીતે જ રહેશે.જોકે 70 માર્કસ ડોક્યુમેન્ટેશનના હતા તે મળી ચૂક્યા છે જ્યારે બાકીના 30 માર્કસ ઇન્સ્પેક્શન આધારે મળે છે જેના માટે અત્યારે ટીમ આવી છે. NACC એક્રીડેશન માટેના ક્રાઈટેરિયા
સિલેબસ અને ટીચિંગ મેથર્ડ
ટિચિંગ લર્નિંગ ઇવોલ્યુશન
રિસર્ચ ઇનોવેશન એન્ડ એકસટેનસન્સ
ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ લર્નિંગ રિસોર્સે
સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન
ગવર્નનન્સ લીડર શિપ એન્ડ મેનેજમેન્ટ
ઇન્સ્ટિટ્યૂટશનલ વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેક્ટેસિસ બાદશાહ ફિલ્મ જેવો સીન ઉભો કરાયો- સુભાન સૈયદ
યુથ કોંગ્રેસના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પાયાની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે નહોતી પરંતુ NACC ની ટીમ આવી હોવાથી રાતોરાત સુવિધા ઊભી કરવામાં આવી છે.કેન્ટીન,સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને કેટલા વિભાગોમાં સુવિધાઓ જ નથી.જે રાતોરાત ઊભી કરવામાં આવી છે.યુનિવર્સિટીમાં અત્યારે બોલીવુડની ફિલ્મ બાદશાહ જેવો સીન ઉભો કરવામાં આવે છે.જેમાં તાત્કાલિક સેટ ઉભો કરવામાં આવ્યો છે.જે થોડા સમયમાં વિખેરી પણ નાખવામાં આવશે. NACC ની ટીમના સભ્યો
પ્રતાપ જ્યોતિ હાંડીક્યું – ચેરમેન
જીતેન્દ્ર મોહન મિશ્રા – કોર્ડીનેટર
શશીકાંત શર્મા – સભ્ય
રમેશચંદ્રા – સભ્ય
ગૌતમ નાગ – સભ્ય
અમિતાભ ભારદ્વાજ – સભ્ય
ચિદાનાન્દા રેડી પાટીલ – સભ્ય