back to top
Homeસ્પોર્ટ્સU-19 T-20 મહિલા વર્લ્ડ કપમાં પહેલી સદી આવી:ભારતની ત્રિશાએ અણનમ 110 રન...

U-19 T-20 મહિલા વર્લ્ડ કપમાં પહેલી સદી આવી:ભારતની ત્રિશાએ અણનમ 110 રન બનાવ્યા; પિતાએ જમીન વેચીને ટ્રેનિંગ કરાવી

ભારતની જી ત્રિશા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનારી પ્રથમ બેટર બની ગઈ છે. તેણે મંગળવારે સ્કોટલેન્ડ સામે સુપર-6 મેચમાં 59 બોલમાં 110 રનની ઇનિંગ રમી હતી અને અણનમ રહી હતી. આટલું જ નહીં તેણે 3 વિકેટ પણ લીધી હતી. ત્રિશાના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભારતે આ મેચ 150 રનના મોટા અંતરથી જીતી લીધી હતી. જી ત્રિશાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ટીમ પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની આ બીજી સિઝન છે. પ્રથમ સિઝન 2023માં થઈ હતી, જેમાં કોઈ ખેલાડી સદી ફટકારી શક્યા નહોતા. આ સિઝનમાં પ્રથમ સદી ભારતીય બેટર્સના બેટથી આવી છે. છેલ્લો વર્લ્ડ કપ ભારતે જ જીત્યો હતો. તે ટીમમાં ત્રિશા પણ હતી. ત્યારબાદ તેના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પોતાની દીકરીની ટ્રેનિંગ માટે પોતાનું જીમ અને 4 એકર જમીન વેચવી પડી હતી. ત્રિશાએ 53 બોલમાં 13 ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી
મલેશિયાના કુઆલાલંપુરમાં સ્કોટલેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે જી ત્રિશાએ 59 બોલમાં 110 રનની ઇનિંગ રમી હતી. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની ઓપનિંગ પાર્ટનર કમલિનીજીએ 42 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. બંનેએ 147 રનની ભાગીદારી કરી હતી. કમલિનીના આઉટ થયા બાદ વાઈસ કેપ્ટન સાનિકા ચાલકેએ 20 બોલમાં 5 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. ત્રિશા પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં હતી
જી ત્રિશા 2023માં પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂકી છે. ભારતીય ટીમે ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્રિશાએ ફાઈનલમાં 29 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. સ્કોટલેન્ડના બેટર 15નો સ્કોર પાર કરી શક્યા નહીં
209 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સ્કોટલેન્ડની બેટિંગ નબળી રહી હતી. ટીમનો કોઈપણ બેટર 15થી વધુ રન બનાવી શક્યા નહોતા. ભારત તરફથી આયુષી શુક્લાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે વૈષ્ણવી શર્મા અને જી ત્રિશાએ 3-3 વિકેટ લીધી હતી. ભારતીય ટીમ- નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા આહિરે (વિકેટકીપર), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, કેસરી દ્રિતી, આયુષી શુકન આનંદિતા કિશોર, એમડી શબનમ, વૈષ્ણવી એસ. સ્ટેન્ડબાય: નંદના એસ, ઇરા જે, અનાડી ટી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments