વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેહરાદૂનના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 38મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શાળાના 2025 વિદ્યાર્થીઓએ શંખ ફૂંક્યા હતા. પીએમ મોદીએ સમારોહમાં કહ્યું, ‘અમે રમતગમતના વિકાસને પ્રાથમિકતા આપી છે. સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. દેશના ખેલાડીઓ મને પીએમ એટલે કે વડાપ્રધાન નહીં પણ બેસ્ટ ફ્રેન્ડ કહે છે.’ ‘બાબા કેદારની પૂજા સાથે નેશનલ ગેમ્સની શરૂઆત થઈ રહી છે. દેશના દરેક ખૂણેથી યુવાનો આ ગેમ્સમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. અહીં મને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ચિત્ર દેખાય છે. આ વખતે નેશનલ ગેમ્સ પણ ગ્રીન ગેમ્સ ઓફ યુનિટી છે. આમાં પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’ અહીં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન મશાલ લઈને આવ્યો હતો. રાજ્યોની પરેડમાં તમામ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમારોહમાં ઉત્તરાખંડના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), સીએમ પુષ્કર સિંહ ધામી અને IOA પ્રમુખ પીટી ઉષા હાજર હતા. પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલે 25 હજાર દર્શકોની સામે પરફોર્મ કર્યું હતું. પીએમ મોદીના મુખ્ય વાતો… સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની ઝલક