back to top
Homeગુજરાતસુરતમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો:યુવતીએ વાત બંધ કરતાં યુવક તલવાર લઈ વડોદરાથી...

સુરતમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો:યુવતીએ વાત બંધ કરતાં યુવક તલવાર લઈ વડોદરાથી સુરત પહોંચ્યો; કોન્સ્ટેબલને માર માર્યો, PIએ પિસ્તોલ બતાવી યુવકને ઝડપ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકા બારસડી ગામમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને ફેસબુકથી એકબીજા નજીક આવ્યાં હતાં, જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. પોલીસ મથકના પીઆઇ વી. એલ. ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથક લઇ ગયા હતા. પ્રેમમાં પાગલ યુવક તલવાર લઈને યુવતીના ગામમાં પહોંચ્યો
યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઇને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી. મળેલી ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી. એને લઇને હાજર પોલીસકર્મી લોહીલુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો
આ માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના પીઆઈ વી. એલ. ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક ન સમજતાં આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટસનો મસ ન થયો હતો પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો. પોલીસે હાથમાં રિવોલ્વર અને પથ્થર રાખી યુવકને કાબૂમાં કર્યો
એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઇ વી. એલ ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલાં પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે યુવકને ઝડપી લેતાં લોકોને રાહત થઈ
ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઇ ગયેલા યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ થઈ કરી લીધી હતી. હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દોઢ કલાક જેટલા લાંબા સમય ગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતાં હાજર સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી
પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે પસલાણા પોલીસની હદમાં 24 વર્ષના નીલ નામના યુવકને ગામની યુવતી સાથે મિત્રતામાં વાતચીત થતી હતી. આ બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ વાત બંધ કરતાં યુવકે ગુસ્સામાં આવી તલવાર લઈને યુવતીને અને તેનાં માતા- પિતાને હેરાન કરવાની કોશિશ કરતાં ગણતરીની મિનિટમાં પલસાણા પોલીસ પહોંચી અને કોઈ બનાવ ન બને એ માટે યુવકને સમજાવવા અને અટકાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા. આરોપીએ પોલીસ હેડ કોસ્ટેબલને માર માર્યો છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments