back to top
Homeગુજરાતબાંટવા PSIની રાજકીય ઇશારે કામગીરી?:કોંગી ઉમેદવારને ખોટા કેસમાં ફસાવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો,...

બાંટવા PSIની રાજકીય ઇશારે કામગીરી?:કોંગી ઉમેદવારને ખોટા કેસમાં ફસાવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો, DySPએ કહ્યું- તપાસ થશે

બાંટવા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવાના PSI ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપ મુજબ, PSI વાળા ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે. વિશેષ રીતે, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ વડાલીયાના કેસમાં PSI વાળાએ ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી હોવાનો આરોપ છે. કોંગ્રેસનું કહેવું છે કે PSIએ વડાલીયાના ઘરે મળતિયાઓ મારફતે અનધિકૃત વસ્તુઓ મુકાવી, રાત્રે ઘરે જઈને પરિવારને ધમકાવ્યો અને ખોટી રીતે દારૂના કેસમાં ફસાવ્યા છે. વળી, ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે. આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને PSI વાળાને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરી છે. DySP બી.સી. ઠક્કરે જણાવ્યું કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરાએ બાંટવાના પી.એસ.આઇ વાળાની દબંગાઈને લઈ જણાવ્યું હતું કે જૂનાગઢના બાંટવા શહેરમાં ભાજપની ભવાઈનો એક કિસ્સો બન્યો છે. પોલીસને આદર અને સન્માન સાથે જોવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર પણ ભાજપનો કહ્યાગુરુ થાય ત્યારે જનતા મુસીબતમાં મુકાય છે. બાટવા શહેરના બધા વોર્ડ થકી જેમ બાટવાના પીએસઆઇ ઋત્વિક વાળા ચૂંટણી લડતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ પીએસઆઇ ઋત્વિક વાળાએ વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જીગ્નેશ વડાલીયાના ઘરે પોલીસના સાગરીતો દ્વારા તેના ઘરથી થોડી દૂર દારૂના બે બાચકા મૂકી ગયા હતા. અને ત્યારબાદ બાટવાના પી.એસ.આઇ ઋત્વિક વાળા જીગ્નેશ વડાલીયાના ઘરે ગયા હતા. જ્યાં જીગ્નેશ વડાલીયાના ઘરના સભ્યોને ઉઠાડી જીગ્નેશને પોલીસ ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને જીગ્નેશ વડાલીયાએ જ્યારે તેમને પૂછ્યું કે સાહેબ મારો ગુનો શું છે? ત્યારે બંને બાચકાઓને તપાસતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો, ત્યારે બાચકા સાથે તેને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા. અને બાંટવાના પી.એસ.આઇ ઋત્વિક વાળા દ્વારા જીગ્નેશ વડાલીયાને ધમકાવી કહેવામાં આવ્યું હતું કે, તું રાજકોટ ચાલ્યો જા, તું ચૂંટણી લડવા આવ્યો છો, તે ખોટું છે. તારા પર કેસ બનવાના જ છે. આવી પીએસઆઇ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે પીએસઆઇ ઋત્વિક વાળાને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે, જેથી કરી બાંટવા નગરપાલિકાની ચૂંટણી પારદર્શકતાથી યોજી શકાય. આ મામલે ડીવાયએસપી બી.સી ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાંટવા પીએસઆઇ ઋત્વિક વાળા વિરુદ્ધ ચૂંટણી અધિકારીને લેટર લખી ફરિયાદ કરવામાં આવી છે.જે મામલે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે.આમ તો તેમજ પોલીસ હંમેશા પોતાની ફરજના ભાગરૂપે કોઈપણ કામગીરી કરતી હોય છે અને જીગ્નેશ વાડોલીયા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલે હાલ તપાસ પણ શરૂ છે. જે મામલે કોઈપણ કાર્યવાહીના પગલાં લેવાના હોય તે એસપી કક્ષાએથી લેવાના થતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments