ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે મંગળવારે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 850 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ ફરી પાછું 23000નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને રિયાલ્ટી સેગમેન્ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. રજૂ થનારા બજેટ પૂર્વે અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે. સ્મોકકેપ ઈન્ડેક્સ ગઈકાલે 1000 પોઈન્ટથી વધુ તૂટ્યા બાદ આજે વધુ 900 પોઈન્ટ તૂટ્યો છે. અનંતરાજ, પાવર ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઘણા સ્મોલકેપ શેર્સ 20% સુધી તૂટ્યા છે. મીડકેપ શેર્સ પણ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ઓટો, રિયાલ્ટી, અને બેન્કિંગ શેર્સમાં નીચા મથાળેથી ખરીદી વધી છે. આ સિવાય મોટાભાગના સેગમેન્ટમાં માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.61% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.77% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઓટો, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2666 અને વધનારની સંખ્યા 1308 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એક્સીસ બેન્ક 3.69%, ડીએલએફ 3.17%, ટાટા મોટર્સ 2.32%, રામકો સિમેન્ટ્સ 2.14%, એચડીએફસી બેન્ક 2.28%, સિપ્લા લિ. 1.53%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.26%, ભારતી ઐરટેલ 1%, વોલ્ટાસ લિ. 0.98% વધ્યા હતા, જયારે સન ફાર્મા 4.51%, ઇપ્કા લેબ 4.34%, ઓરબિંદો ફાર્મા 2.98%, લ્યુપીન લિ. 2.55%, લાર્સેન લિ. 1.24%, આઈટીસી 1.22%, એચસીએલ ટેકનોલોજી 1.07% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22977 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23088 પોઈન્ટના પ્રથમ અને 23188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22808 પોઈન્ટ થી 22606 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48828 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49009 પોઈન્ટ પ્રથમ અને 49202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48808 પોઈન્ટ થી 48676 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
હિન્દુસ્તાન યૂનિલિવર ( 2388 ) :- યૂનિલિવર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2360 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2344 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2404 થી રૂ.2414 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2420 ઉપર તેજી તરફી ધ્યાન. કોટક મહિન્દ્ર બેન્ક ( 1888 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1870 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1844 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1903 થી રૂ.1913 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. લુપિન લિ. ( 2025 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2047 આસપાસ વેચવાલી થકી રૂ.2003 થી રૂ.1990 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2060 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ઈન્ફોસિસ લિ. ( 1833 ) :- રૂ.1853 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1860 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1808 થી રૂ.1790 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1874 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, કંપનીઓના ડિસેમ્બર 2024ના અંતના ત્રિમાસિક પરિણામો પણ અત્યાર સુધી જે કંપનીઓના જાહેર થયા છે, એ પૈકી મહત્તમ સાધારણથી નબળા જાહેર થઈ રહ્યા હોઈ શેરોમાં વેચવાલીનું દબાણ વધી રહ્યું છે. આ સાથે હજુ વૈશ્વિક મોરચે ટ્રમ્પ સરકારના કેવા અને કેટલા નિર્ણયો ઉથલપાથલ મચાવશે એની અનિશ્ચિતતાને લઈ ફંડો પણ નવા કમિટમેન્ટથી દૂર રહેતા જોવાયા છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ટ્રમ્પના એનજી ઈમર્જન્સી જાહેર કરવાને લઈ પાછલા દિવસોમાં વધ્યા બાદ જે પ્રકારે ટ્રમ્પ તેના ટેરિફ મામલે આક્રમક વલણમાં પીછેહઠ બતાવી રહ્યા છે, એ જોતા રિન્યુએબલ એનજી મામલે પણ તેમની નીતિમાં રોલબેકની સંભાવનાને લઈ ક્રુડના ભાવ વધતાં અટક્યા છે. જ્યારે ઘર આંગણે હવે 1લી ફેબુ્રઆરી 2025ના આગામી શનિવારે રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ આવશે એની પણ અટકળોને લઈ આગામી સપ્તાહમાં ખેલંદાઓ, ફંડો સાવચેત બની જવાની શકયતા જોવાઇ રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન આવક વેરામાં રાહત આપીને અને લોકની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાની પ્રોત્સાહક જોગવાઈ લાવી શકે છે. આ સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે વધુ જોગવાઈ લાવીને આ ક્ષેત્રની વૃદ્વિને વેગ આપી શકે છે. શેરોમાં કડાકા બાદ હવે કોન્સોલિડેશન થતું જોવાઈ શકે છે. બજારમાં સતત વેચવાલીને કારણે ભારતના શેરબજારનું વેલ્યુએશન ઓછામાં ઓછા 30 મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. હાલમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 21.9 ગણા ભાવથી અર્નિંગ મલ્ટિપલ (પીઈ) પર ટ્રેડ કરી રહ્યો છે જે જૂન 2022 પછી સૌથી નીચો છે. જૂન 2022 સુધીના સમયગાળાને બાદ કરતાં, સેન્સેક્સનું વર્તમાન મૂલ્ય જૂન 2020 પછી સૌથી નીચું છે.