back to top
Homeગુજરાતગુજરાત ATSની કસ્ટડીમાં MD ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર:પોલીસનો બાતમીદાર બની નાના-નાના ડ્રગ્સ...

ગુજરાત ATSની કસ્ટડીમાં MD ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર:પોલીસનો બાતમીદાર બની નાના-નાના ડ્રગ્સ પેડલરોને જેલમાં ધકેલ્યા, પોતાનો રસ્તો ક્લિયર થતાં વસીમ દાઢીએ અસલી ખેલ શરૂ કર્યો

ડ્રગ્સ માફિયાઓની બાતમી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને આપનાર બાતમીદાર સૌથી મોટો ડ્રગ્સ માફિયા નીકળ્યો છે. અમદાવાદમાં MD ડ્રગ્સનો ધંધો કરતી નાના નાની માછલીઓની બાતમી પોલીસ ડિપાર્ટમેન્ટને આપી જેલ હવાલે કરાવનાર બાતમીદાર વસીમ દાઢી એમડી ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર હોવાનો ઘટસ્ફોટ ગુજરાત ATSની ટીમે કર્યો છે. વસીમ દાઢીની ધરપકડ બાદ અમદાવાદમાં MD ડ્રગ્સના ધંધાને એક હદ સુધી રોકવામાં ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં લાલ દરવાજાથી ઝડપાયેલા 27 લાખ રૂપિયાના MD ડ્રગ્સમાં પણ વસીમ દાઢીનો હાથ હોવાનું ખુલ્યું છે. જ્યારે ભોપાલમાં ગુજરાત ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ થોડા મહિલા પહેલાં ઝડપેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે પણ વસીમ દાઢીની સંડોવણી ખુલી છે. વસીમ દાઢી પહેલાં પોલીસનો સૌથી મોટો બોગસ બન્યો
જો અમદાવાદનો વીક્કી ગોસ્વામી બનવું હોય તો પહેલાં MD ડ્રગ્સનો ધંધો કરતા નાના-નાના પેડલર્સોને જેલ મોકલવા જરૂરી છે. આ વિચાર રાખીને વસીમ શેખ ઉર્ફે વસીમ દાઢી પહેલાં પોલીસનો બાતમીદાર બન્યો. વસીમ દાઢી પોલીસનો સૌથી મોટો બોગસ બની ગયો અને તેણે એક બાદ એક MD ડ્રગ્સની સિન્ડિકેટને પોલીસના હાથે ઝડપાવી દીધી અને બાદમાં તેણે પોતાનો અસલી ખેલ શરૂ કર્યો. પોલીસે ક્રેડિટ લેવાની લાહ્યમાં વસીમ દાઢીના ઇશારે એક બાદ એક કેસ કરતી ગઈ પરંતુ વસીમના નાપાક ઇરાદાઓથી તે અજાણ હતી. ડ્રગ્સ પેડલરોનો સફાયો કરીને પોતાનો રસ્તો ક્લિયર કરતો રહ્યો
વસીમ દાઢી ડ્રગ્સ માફિયાઓનો સફાયો કરીને પોતાનો રસ્તો ક્લિયર કરી રહ્યો હતો. થોડા સમય પહેલાં ગુજરાત ATSની ટીમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ભોપાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ડ્રગ્સના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ડ્રગ્સકાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ભોપાલની ફેક્ટરીમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ માફિયાઓના મોબાઈલમાંથી વસીમ દાઢીનો નંબર મળી આવતા પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ભોપાલમાંથી અત્યારસુધીની સૌથી મોટી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ
ગુજરાત ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી હતી. જેમાંથી 1814 કરોડની કિંમતનું 907 કિલો MD ડ્રગ્સનું મટિરિયલ તથા સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા છ મહિનાથી મોર્ડન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને તેમાં રોજ 25 કિલો ડ્રગ્સનું પ્રોડક્શન કરતા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલી ગેરકાયદે ફેક્ટરીઓ પૈકી આ અત્યારસુધીની સૌથી મોટી ફેક્ટરી કહેવાય છે. 907 કિલો MD ડ્રગ્સનો સોલિડ તથા લિક્વિડ જથ્થો મળી આવ્યો
ગુજરાત ATSની ટીમે દોઢ મહિનાથી જગ્યા પર વોચ રાખવામાં આવી રહી હતી. જ્યારે બાતમી ચોક્કસ થઈ ત્યારે દિલ્હી NCBનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સંયુક્ત રીતે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. આ રેડ દરમિયાન ભાડાના શેડમાંથી 907 કિલો MD ડ્રગ્સનો સોલિડ તથા લિક્વિડ જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 5000 કિલો રો-મટિરિયલ અને MD ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલા ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ, હીટર સહિતના સાધનો પણ મળી આવ્યા હતા. આરોપી સન્યાલ પ્રકાશ બાને MD ડ્રગ્સના કેસમાં પકડાયો હતો
આ રેડ દરમિયાન અમિત ચતુર્વેદી (ઉં.વ. 57) જે ભોપાલનો રહેવાસી છે તથા સન્યાલ પ્રકાશ બાને (ઉં.વ. 40) જે નાસિક મહારાષ્ટ્રનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી સન્યાલ પ્રકાશ બાને અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિલો MD ડ્રગ્સના સીઝર કેસમાં પકડાયો હતો. જેમાં તે પાંચ વર્ષ જેલમાં પણ રહી આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમિત ચતુર્વેદીના એક મિત્ર દ્વારા સંપર્ક કરીને MD ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ માટેનો પ્લાન બનાવ્યો હતો. એટીએસએ ઝડપેલા સૌથી મોટા રેકેટમાં વસીમ દાઢીની સંડોવણી
આ પ્લાન મુજબ તેઓએ બગરોડાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાત મહિના અગાઉ જ એક શેડ ભાડે લીધો હતો અને જેમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી MD ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રો-મટિરિયલ અને સાધન સામગ્રી એકઠી કરી હતી. જેમાં કેમિકલ પ્રોસેસ અને વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટીએસએ ઝડપેલા સૌથી મોટા રેકેટમાં વસીમ દાઢીની પણ સંડોવણી સામે આવી છે. વસીમ દાઢી એટીએસના સંકજામાં છે અને હાલ તમામ દીશામાં તપાસ ચાલી રહી છે. વસીમ દાઢી 90ના દાયકાના ડોનનો સંબંધી
વસીમ દાઢી 90ના દાયકામાં અંડરવર્લ્ડમાં પોતાની ધાક જમાવનાર ડોનનો સંબંધી હોવાનું પણ સામે આવ્યું છે. થોડા દિવસ પહેલાં ATSની ટીમે લાલ દરવાજાથી ઝડપેલા 27 લાખ રૂપિયાના MD ડ્રગ્સમાં તેની ધરપકડ કરી છે અને હાલ ભોપાલ કાંડ મામલે તેની તપાસ ચાલી રહી છે. વસીમ દાઢીનો એક ભાઈ પણ કાંડમાં સંડોવાયેલો હોવાની શક્યતા છે. જે હાલ અંડરગ્રાઉન્ડ છે અને કાશ્મીર ભાગી જવાની ફીરાકમાં છે. વસીમ દાઢીના ઇશારે ગુજરાત બહારથી MD ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો હતો અને તેને અમદાવાદમાં ડિસ્ટીબ્યુટ કરતો હતો. વસીમ દાઢીએ પોતાની સિન્ડીકેટ બનાવી છે. જેને ક્રેક કરવામાં ATSને સફળતા મળે તેવી શખ્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments