ગુજરાતની સરકારી સ્કૂલોમાં આઠમા ધોરણમાં ભણતા 28.3 ટકા વિદ્યાર્થીઓ જ એવા છે જેમને ભાગાકારના દાખલા આવડે છે. ધો-8માં ભાગાકાર સૌથી નબળા હોય એવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. એન્યૂઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ગ્રામ્ય) 2024 – (ASER 2024)માં આ વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 14-16 વયજૂથના 96 ટકા બાળકોના ઘરે સ્માર્ટફોન છે, જેમાં 82 ટકા વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરતાં આવડે છે જ્યારે ભણતરમાં તેનો ઉપયોગ માત્ર 61 ટકા કરે છે. દેશમાં 82.2 ટકા કિશોરો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે જે પૈકી 57 ટકા તેનો ઉપયોગ શિક્ષણ માટે કરે છે. વિશેષમાં, 2018થી 2024ના સાત વર્ષના ગાળામાં રાજ્યમાં સરકારી પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં પાંચ વર્ષના બાળકોના એડમિશનમાં 21.5 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન સરકારી સ્કૂલોમાં વધેલા એડમિશનનું પ્રમાણ 2024માં ફરી 2018ની સ્થિતિ મુજબ થઈ ગયું છે. ગુજરાતમાં પણ 2018માં સરકારી સ્કૂલમાં એડમિશનનું પ્રમાણ 85.6 ટકા હતું જે 2022માં વધીને 90.9 ટકા થઈ ગયું હતું, તેનું પ્રમાણ 2024માં 86.5 ટકા થઈ ગયું છે. આ રાજ્યોના ધો-8ના વિદ્યાર્થીઓના ભાગાકાર સૌથી નબળા રાજ્યમાં ત્રીજામાં ભણતા 16.5 ટકા જ બાદબાકી કરી શક્યા… રાજ્યમાં ત્રીજા ધોરણમાં ભણતા 24.7 ટકા બાળકો ધો-2ના પાઠ્યપુસ્તક વાંચી શકે છે, જ્યારે 16.5 ટકા બાદબાકી કરી શકે છે. ધોરણ-5માં ભણતા 44.6 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા, જ્યારે માત્ર 13.1 ટકા જ ભાગકારના દાખલા ગણી શક્યા. વિશેષમાં, આઠમા ધોરણમાં ભણતા 74.7 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડી વાંચી શક્યા. ગુજરાતમાં 7 વર્ષમાં નવા એડમિશનની સ્થિતિ રાજ્યના કિશોરોનું સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ… ગુજરાતમાં 14-16 વયજૂથના કિશોરોમાં 82.3 ટકા સ્માર્ટફોન વપરાશકર્તા પૈકી 60.8 ટકા શિક્ષણમાં ઉપયોગ કરે છે જેમાં 73.2 ટકા સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. જેમાં 53.6 ટકા એવા વિદ્યાર્થી છે જેમણે સોશિયલ મીડિયામાં પોતાની પ્રોફાઈલ પ્રાઈવેટ રાખી છે. 57.3 ટકાએ પોતાના પાસવર્ડ બદલ્યા છે. 76.3 ટકાએ બ્રાઉઝર ઉપર માહિતી સર્ચ કરી છે.