back to top
Homeગુજરાતશ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ પહોંચવું મુશ્કેલ:મહાકુંભ જવા સુરતથી ‘સરકારી’ બસ જ નહીં, એસ.ટી.માં...

શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ પહોંચવું મુશ્કેલ:મહાકુંભ જવા સુરતથી ‘સરકારી’ બસ જ નહીં, એસ.ટી.માં જવું હોય તો અમદાવાદ લાંબા થવું પડે, ઓનલાઇન બુકિંગ પણ 26 સુધી પેક

પ્રયાગરાજના મહાકુંભમાં બુધવારે અમૃતસ્નાનનો પવિત્ર અવસર છે, પણ ત્યાં પહોંચવા માટે સુરતથી એક પણ ટ્રેનમાં સીટ ખાલી નથી, એસટી બસો મળતી નથી અને ફ્લાઇટના ભાડા 7-8 ગણા વધીને 55 હજારને પાર થઈ ગયાં છે, જેથી શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. GSRTCએ અમદાવાદથી સ્પેશ્યિલ એસી વોલ્વો બસ શરૂ કરી છે, પરંતુ સુરતથી કોઈ કનેક્ટિવિટી નથી અને અમદાવાદથી સુરત માટે કોટા પણ નથી. એસટી નિયામક પી. બી. ગુર્જરે જણાવ્યું કે, આ નિર્ણય રાજ્ય સરકારનો છે. અમારી પાસે બસ પૂરતી છે, પણ મંજૂરી જરૂરી છે. અમદાવાદથી પ્રયાગરાજની એસી વોલ્વોમાં એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ બુક થઈ ગઈ હતી. સરકાર બધા શહેર માટે સરખું વિચારે
મહાકુંભમાં સુરતના ભક્તો પણ જઈ શકે તે માટે સરકારે બસ શરૂ કરવી જોઈએ. > સીતારામદાસજી, લંકાવિજય હનુમાન મંદિર, સાધુ સમાજ, દ. ગુ.ના અધ્યક્ષ અમદાવાદથી બસ તો સુરતથી કેમ નહીં?
એસટી વિભાગ અમદાવાદથી પ્રયાગરાજની બસ શરૂ કરી છે. સુરતથી પણ વ્યવસ્થા કરવી જોઈએ. > બટુકગિરિ મહારાજ, અટલ આશ્રમ, પાલ સુરતથી પ્રયાગરાજ કનેક્ટિંગ ફ્લાઇટનું ભાડું રૂપિયા 41 હજારથી 62 હજારે પહોંચ્યું
સુરતથી પ્રયાગરાજ પહોંચવું કેવી રીતે તે હવે શ્રદ્ધાળુઓ માટે વિકટ પ્રશ્ન થઇ ગયો છે. સુરત-પ્રયાગરાજની કનેક્ટિંગ ફ્લાઇટોનું ભાડું 55 હજાર પર પહોંચી ગયું છે. જો કે, આ એ જ ફ્લાઇટ છે કે જે સુરતથી સૌથી ઓછાં સમયમાં એટલે કે છ કલાકમાં પ્રયાગરાજ પહોંચાડે છે, જે સુરત વાયા દિલ્હી પ્રયાગરાજ જાય છે. અહીં વાત એમ છે કે, સામાન્ય દિવસમાં ફ્લાઇટનું વન વે એરફેર રૂ. 7 હજારની આસપાસ રહેતું હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments