ફરહાન અખ્તરે ‘ડોન’ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ એટલે કે ‘ડોન 3’ પર ફરીથી કામ શરૂ કરી દીધું છે. તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે રણવીર સિંહ અને કિયારા અડવાણી અભિનીત આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. પરંતુ પછી મેકર્સે આવા દાવાઓને ખોટા ગણાવ્યા હતા. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા છે કે ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે વિક્રાંત મેસીને સાઇન કરવામાં આવ્યો છે. ’12મી ફેલ’માં સરળ સ્વભાવના મનોજ કુમાર શર્માની ભૂમિકા ભજવનાર વિક્રાંત હવે ‘ડોન 3’માં નેગેટિવ રોલમાં જોવા મળશે. ચોકલેટી બોય વિક્રાંત વિલનની ભૂમિકા ભજવશે
આ સુપરહિટ બોલિવૂડ ફ્રેન્ચાઇઝીમાં ચોકલેટી ફેસવાળા વિક્રાંતને ખલનાયકની ભૂમિકા ભજવતા જોવું રસપ્રદ રહેશે. ગયા વર્ષે, તેણે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સેક્ટર 36’ માં એક સાયકો-કિલરની ભૂમિકા ભજવી હતી અને તે હિટ રહી હતી. ફિલ્મફેરના અહેવાલમાં આધારે વિક્રાંતને આ ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યો છે તેવા સમાચાર છે. વિક્રાંત મેસીએ ડિસેમ્બરમાં જ બ્રેક લેવાની જાહેરાત કરી હતી
વિક્રાંત મેસીના કાસ્ટિંગ વિશેની આ માહિતી એવા સમયે પણ આવી છે જ્યારે ડિસેમ્બર 2024માં જ, વિક્રાંત મેસીએ જાહેરાત કરી હતી કે તે તેના આગામી બે પ્રોજેક્ટ્સ પછી થોડા સમય માટે ફિલ્મોમાંથી વિરામ લેશે. પછી, પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે, એક્ટરે કહ્યું હતું કે, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, તેમ તેમ મારા માટે એક પગલું પાછળ હટવું, મારા મૂળ સાથે જોડાવું અને પતિ, પિતા, પુત્ર અને એક્ટર તરીકેની મારી ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. ‘ડોન 3’નું શૂટિંગ આ વર્ષે શરૂ થશે
જોકે, વિક્રાંત મેસી કે ફરહાન અખ્તર બંનેમાંથી કોઈએ આ કાસ્ટિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઓગસ્ટ 2023 માં, ફરહાન અખ્તરે ખુલાસો કર્યો કે રણવીર સિંહ ‘ડોન 3’ માં નવા માફિયા ડોનની ભૂમિકા ભજવશે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ 2025 માં શરૂ થશે. ‘આંખો કી ગુસ્તાખિયાં’નું શૂટિંગ કરી રહ્યો છે વિક્રાંત
વિક્રાંત મેસી હાલમાં શનાયા કપૂર સાથે ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર સંતોષ સિંહ છે, જ્યારે નિરંજન આયંગર અને માનસી બાગલાએ તેની સ્ટોરી લખી છે. શાહરૂખ ‘ડોન 3’માં ન હોવાથી ચાહકો નારાજ!
ફરહાન અખ્તરની ‘ડોન 3’ પણ મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહને કાસ્ટ કરવાને લઈને સમાચારમાં હતી. શાહરૂખ ખાનના ચાહકો આનાથી ખૂબ નારાજ છે કારણ કે કિંગ ખાને 2006માં ‘ડોન’ અને 2011માં ‘ડોન 2’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમિતાભ બચ્ચને 1978માં પહેલી વાર મોટા પડદા પર ‘ડોન’નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મની વાર્તા સલીમ-જાવેદે લખી હતી, ત્યારબાદ 2006માં ફરહાન અખ્તરે તેનું રિમેક બનાવ્યું.