back to top
Homeમનોરંજનહેમા માલિનીએ સંગમમાં ડુબકી લગાવી:મૌની અમાસ પર એક્ટ્રેસ-સાંસદે અમૃતસ્નાન કર્યું, યોગગુરુ બાબા...

હેમા માલિનીએ સંગમમાં ડુબકી લગાવી:મૌની અમાસ પર એક્ટ્રેસ-સાંસદે અમૃતસ્નાન કર્યું, યોગગુરુ બાબા રામદેવ પણ સાથે જોવા મળ્યા

28-29 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન અભિનેત્રી અને રાજનેતા હેમા માલિની સંગમમાં ડૂબકી લગાવવા આવી હતી. મૌની અમાસના શુભ અવસર પર હેમા માલિનીએ અમૃત સ્નાન કર્યું હતું. હેમા માલિનીએ બુધવારે સવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમની સાથે યોગ ગુરુ બાબા રામદેવ અને જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ પણ હાજર હતા. અમૃતસ્નાન કર્યા બાદ હેમા માલિનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મહાસ્નાનના શુભ અવસર પર મને અહીં ગુરુ સ્વામી શ્રી અવધેશાનંદજીના સાનિધ્યમાં સ્નાન કરવાનો મોકો મળ્યો છે, આ મારું સૌભાગ્ય છે, મને ખૂબ જ સારી અનુભૂતિ થઈ. આટલા કરોડો લોકો આવ્યા છે. મને પણ અહીં નહાવા માટેની જગ્યા મળી, આભાર. નોંધનીય છે કે, હેમા માલિનીની તસવીરો જાહેર થયા બાદ ફરી એકવાર VIP લોકો માટે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યા છે. ઘણા યુઝર્સ VIP ને આપવામાં આવતી વિશેષ ટ્રીટમેન્ટની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે તેને નાસભાગ સાથે લિંક કરી છે. એક યુઝરે લખ્યું કે,- આ વીઆઈપી વ્યવસ્થાને કારણે કુંભમાં મુશ્કેલી ઊભી થઈ, જેના કારણે લાખો લોકો નાસભાગનો ભોગ બન્યા. પરંતુ આ વીઆઈપીઓ પોતાના વિશેષાધિકારનો લ્હાવો લઈ રહ્યા છે અને સામાન્ય લોકોની સમસ્યાઓને બતાવવાને બદલે તેને બેશરમીથી ઢાંકી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, કેવી રીતે આ VIP લોકો કોઈ સમસ્યા વિના ડૂબકી મારી રહ્યા છે અને સામાન્ય લોકો નાસભાગમાં મરી રહ્યા છે. પવિત્ર સ્થળોએ VIP કલ્ચર બંધ કરો. આ લોકોના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષ ટ્રીટમેન્ટ આપવા જેવી તેમનામાં કોઈ ગુણવત્તા નથી. નોંધનીય છે કે, હેમા માલિની પહેલા ઘણા સેલેબ્સ મહાકુંભમાં ડૂબકી મારવા પહોંચ્યા હતા. થોડા સમય પહેલા કોલ્ડપ્લે બેન્ડ સિંગર ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ ડાકોટા સાથે સંગમ પહોંચ્યો હતો. આ સિવાય અનુપમ ખેર, અદા શર્મા, અવિનાશ તિવારી, રેમો ડિસોઝા, ગુરુ રંધાવાએ પણ મહાકુંભમાં સ્નાન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments