back to top
Homeગુજરાતમાંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ-AAPનું ગઠબંધન!:9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો પર...

માંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ-AAPનું ગઠબંધન!:9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે

ગુજરાતમાં પ્રથમ વખત કોઈ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીટ વહેંચણી થઈ ગઈ છે. આ ઐતિહાસિક ગઠબંધનની જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રભારી પિયુષ પરમાર અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. સમજૂતી મુજબ, નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે. આ ગઠબંધન રાજ્યમાં એક માત્ર નગરપાલિકા માટે કરવામાં આવ્યું છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક નવો અધ્યાય રચશે. બંને પક્ષોએ સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે આ રણનીતિક નિર્ણય લીધો છે. આ ગઠબંધનથી માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી વધવાની શક્યતા છે. આ અંગે માંગરોળ શહેર કોંગ્રેસ મહામંત્રી કાસિબ સમાએ જણાવ્યું હતું કે, સ્થાનિક પરિબળો અને સ્થાનિક મુદ્દાઓને લઇને અમે આમ આદમી પાર્ટી સાથે ગંઠબંધન માટે સ્થાનિક આગોવાનો સાથે નક્કી કરવામાં આવ્યું છે અને પ્રદેશના આગેવાનોને જાણકારી આપી છે. ત્યાંથી મંજૂરીની પ્રોસેસ ચાલુ છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ પક્ષ અને અમારા પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે. અમે લોકોના પ્રશ્નોનોને વાચા આપવા માટે આ નિર્ણય લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments