back to top
Homeગુજરાતકચ્છમાં સૂર્યકિરણ એરોબેટિકનો દિલધડક એર શો:પિંગલેશ્વર બીચ પર સુખોઈ-30 અને જગુઆરથી તિરંગાની...

કચ્છમાં સૂર્યકિરણ એરોબેટિકનો દિલધડક એર શો:પિંગલેશ્વર બીચ પર સુખોઈ-30 અને જગુઆરથી તિરંગાની છોળો ઉડાડી, અદભૂત કરતબથી લોકોના દિલ જીતી લીધા

અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર દરિયા કિનારે આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શાનદાર એર શોનું આયોજન કર્યું હતું. પિંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી સુખોઈ અને જગુઆર વિમાનોએ ઉડાન ભરી હતી અને આકાશમાં તિરંગાના રંગોની છોળો સાથે અદભુત પ્રદર્શન કર્યું હતું. હાજર કચ્છમાડુ સહિતના દેશના નાગરિકોના દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એ હવે ધોરડો રણ ખાતેની ટેન્ટ સિટી ઉપરના આકાશમાં સૂર્યકિરણ એરોબેટીક ટીમ એર શો યોજશે. પિંગલેશ્વર બીચ પર સૂર્યકિરણ ટીમના કરતબો
દેશની પશ્વિમ દિશાએ આવેલા છેવાડાના અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર દરિયા કાંઠે આજે હવાઈ કરતબ નિહાળવા કચ્છીમાડુંઓ અને દેશના અન્ય વિસ્તારથી લોકો ઉમટી પડ્યા હતા. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા અરબ સાગરના તટે બિરાજમાન પિંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી સુખોઈ અને જગુઆર પ્લેનની ઉડાન ભરી હતી અને આકાશમાં તિરંગાના રંગોની છોળો પ્રસરાવી જાજરમાન પ્રસુતિ આપી હતી. માહોલ ગજવતાં હવાઈ જહાજોના આકાશી કરતબો નિહાળી લોકો અભિભૂત થઈ ઉઠ્યા હતા. દરમિયાન ભારત માતા કી જયના ગગનચુંબી નારાઓ લગાવી દેશભક્તિના રંગે રંગાયા હતા. સુખોઈ-30 અને જગુઆરના અવાજોથી આકાશ ગુંજ્યું
વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ-30 અને જગુઆર વિમાન સાથે એર સો યોજવામાં આવ્યા હતા. યુદ્ધ જહાજોને આકાશી કરતબો કરતા નિહાળી અબડાસા તાલુકાની જનતા ખુશખુશાલ બની હતી. એર શો જોવા અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું. આ એર શો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ,બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પશ્વિમ કચ્છ એસપી વિકાસ સુડા હાજર રહ્યા હતા. 1996માં સૂર્યકિરણ એરોમેટિકની રચના, 500થી વધુ શો કર્યા
એર શો દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરબત કરવામાં આવ્યા હતા. આ સમયે વાયુસેનાના અધિકારીઓએ લોકોને સંબોધી ટીમની ઉપલબ્ધી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોમેટિક ટીમનું ગઠન 1996માં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે, જ્યારે એશિયામાંથી તે એકમાત્ર છે. આ ટીમે અત્યાર સુધીમાં ભારતભરમાં 500થી વધુ પ્રદર્શન કર્યા છે. આ ઉપરાંત ચાઇના, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments