back to top
Homeગુજરાતપ્રેમ પટેલે ગાંજો વાવ્યો ને પૌત્ર પડીકાંમાં વેચતો:દાહોદ SOGએ NDPSમાં બંનેની ધરપકડ...

પ્રેમ પટેલે ગાંજો વાવ્યો ને પૌત્ર પડીકાંમાં વેચતો:દાહોદ SOGએ NDPSમાં બંનેની ધરપકડ કરી, ₹79 લાખના 455 લીલા છોડ અને સૂકો ગાંજો જપ્ત, વાવેતર શોધવા ડ્રોન સર્વેલન્સ

દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. બાતમીના આધારે દેવગઢ બારીયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યુ હતું. જ્યારે પૌત્ર શૈલેષ સૂકાં ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી છે. રતાળુના વાવેતર સાથે ગાંજો વાવ્યો હતો
પોલીસે ડ્રોન કેમેરાથી કરેલી તપાસમાં પ્રેમભાઈ પટેલના ખેતરમાં રતાળુના વેલાની વાડની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. તાત્કાલિક રેઇડ દરમિયાન ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના ખેતરમાંથી ગાંજાના 455 લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. FSL અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરીને ગાંજાની પુષ્ટિ કરી હતી. પોલીસ તપાસમાં કુલ 790.400 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ.79,04,000 છે. ગીચ જંગલ વિસ્તાર હોવાથી ગાંજાનું વાવેતર થાય છે
એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે, જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવે છે, જેથી 2023થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેક્નોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તીવ્ર વાસ આવતા ગાંજાની બાતમી મળી હતી
એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિધ્ધરાજ રાણાને બાતમી પ્રાપ્ત થયેલી કે આ નાડાતોડા ગામ છે, ત્યાં જે રોડ પસાર થાય છે, ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે, અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વીડિયો સર્વેન્સ કરવામાં આવ્યું, એ વીડિયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે, પ્રેમભાઈ પટેલ નામના ખેડૂત છે, એમના વાડા(ખેતર)માં એક આખો સેઢો, એમણે ગાંજાનું વાવેતર કરેલું છે. પોલીસે રેડ કરીને 79 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલો, જેમાં પ્રેમ ભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે. એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોશડોડાની હેરફેર થતી હોય છે એના ત્રણ કેસો પકડી પાડ્યા છે. આમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ 60 લાખની રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments