back to top
Homeસ્પોર્ટ્સઓસ્ટ્રેલિયાના બેટર સ્મિથે ટેસ્ટમાં 10 હજાર રન પૂરા કર્યા:ગાલે ટેસ્ટમાં સદી ફટકારી,...

ઓસ્ટ્રેલિયાના બેટર સ્મિથે ટેસ્ટમાં 10 હજાર રન પૂરા કર્યા:ગાલે ટેસ્ટમાં સદી ફટકારી, ખ્વાજાની સદી પણ પૂરી; પ્રથમ દિવસે સ્કોર 330/2

ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે 1 રન બનાવીને 10 હજાર રનનો આંકડો હાંસલ કર્યો હતો. ગાલેમાં ચાલી રહેલી મેચના પ્રથમ સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 330/2 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 104 અને ઉસ્માન ખ્વાજા 147 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડ 57 રન બનાવીને આઉટ થયા હતા અને માર્નસ લાબુશેન 20 રન બનાવીને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી પ્રબથ જયસૂર્યા અને જેફ્રી વાન્ડરસેએ એક-એક વિકેટ લીધી હતી. 10 હજાર રન બનાવનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન
સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર વિશ્વનો 15મો બેટર બન્યો છે. આવું કરનાર તે ચોથો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે. તેના પહેલા પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (13378 રન), એલન બોર્ડર (11174 રન) અને સ્ટીવ વો (10927 રન) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. હેડ-ખ્વાજા વચ્ચે 92 રનની ઓપનિંગ ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડીએ કેપ્ટન સ્ટીવ સ્મિથનો નિર્ણય સાચો સાબિત કર્યો. બંનેએ 92 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી પ્રબથ જયસૂર્યાએ તોડી હતી. તેણે ટ્રેવિસ હેડને ચંદીમલના હાથે કેચ કરાવ્યો. જે બાદ બેટિંગ કરવા આવેલા માર્નસ લાબુશેન 20 રન બનાવીને આઉટ થયો હતો. તે ડી સિલ્વાના હાથે જ્યોફ્રી વેન્ડરસેની બોલિંગમાં કેચ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments