ભારતીય સ્પિનર કુલદીપ યાદવ 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે. તેને યુપીની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. UPCAએ બુધવારે આ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. 30 વર્ષના કુલદીપની પીઠની સર્જરી જર્મનીમાં થઈ છે. તે છેલ્લા 3 મહિનાથી ક્રિકેટથી દૂર છે. કુલદીપે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમી હતી. સર્જરીના કારણે તે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયો ન હતો. કુલદીપે 27મી જાન્યુઆરીએ X પોસ્ટમાં રિકવરી અપડેટ આપી હતી. તેણે લખ્યું- ‘રિકવરી માટે એક ટીમની જરૂર પડે છે. પડદા પાછળ કરવામાં આવેલ તમામ કાર્ય માટે NCA અને તેમની ટીમનો આભાર.’ કોહલી અને કેએલ રાહુલ પણ રણજી રમી રહ્યા છે
કુલદીપ ઉપરાંત અનુભવી બેટર વિરાટ કોહલી દિલ્હી માટે, કેએલ રાહુલ કર્ણાટક માટે અને મોહમ્મદ સિરાજ હૈદરાબાદ માટે રણજી મેચ રમતા જોવા મળશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંત જેવા ભારતીય ખેલાડીઓએ રણજી ટ્રોફી મેચમાં ભાગ લીધો હતો. કુલદીપ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં છે
કુલદીપ યાદવને 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને 11 દિવસ પહેલા ICC ટgર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો હતો. તેને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જોકે તે T20 ટીમનો ભાગ નથી.