back to top
Homeગુજરાતગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:પાર્ટીના આદેશ વગર ભાજપ-કોંગ્રેસના એક-એક ઉમેદવારે ભર્યા ફોર્મ,...

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:પાર્ટીના આદેશ વગર ભાજપ-કોંગ્રેસના એક-એક ઉમેદવારે ભર્યા ફોર્મ, 155 ફોર્મ ઉપડ્યા

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં આંતરિક ખેંચતાણ સર્જાઈ છે. પક્ષના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ ટીંટોડા બેઠક પરથી બંને પક્ષના એક-એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી શૈલેન્દ્ર ઠાકોર અને કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોપાળજી ઠાકોરે પાર્ટીના મેન્ડેટ વગર જ ફોર્મ ભર્યા છે. ચૂંટણી જાહેરનામાના ત્રીજા દિવસે તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 70 ફોર્મ ઉપડ્યા છે અને કુલ 155 ફોર્મ કાર્યકરો લઈ ગયા છે. ભાજપમાંથી 84 અને કોંગ્રેસમાંથી 60 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે. બુધવારથી બે દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળશે, જેમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. પાર્ટીના આદેશ વિના ફોર્મ ભરવાની ઘટનાની ભાજપના જિલ્લા મોવડી મંડળે ગંભીર નોંધ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments