back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારોમાં સતત બીજા દિવસે ઉછાળો:નિફટી ફ્યુચર 23404 પોઈન્ટ ઉપર તેજી યથાવત...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારોમાં સતત બીજા દિવસે ઉછાળો:નિફટી ફ્યુચર 23404 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

ચાઈનાના સ્ટાર્ટઅપ દ્વારા અત્યંત સસ્તું ડીપસીક એઆઈ એન્જિન લોન્ચ કરી વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેરબજારમાં નાસ્દાકમાં ઐતિહાસિક કડાકો બોલાવી દીધા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરાં ટેરિફની ધમકી ઉચ્ચારતાં ચાઈના સહિતના એશીયાના બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. બજારમાં મોટું કરેકશન જાણે કે પૂરું થયું હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે મોટું વેલ્યુબાઈંગ જોવા મળ્યું હતું, જો કે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા આરંભિક ઉછાળા બાદ ઉછાળે સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ, વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રૂડ ઉત્પાદક દેશોએ ભાવ ઘટાડવા જોઈએ એવું નિવેદન કરતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.54% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.28% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4082 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1011 અને વધનારની સંખ્યા 2978 રહી હતી, 93 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 6.79%, ટાટા મોટર્સ 3.29%, ઇન્ફોસિસ લી. 2.83%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.38%, ટેક મહિન્દ્ર 2.31%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.03%, બજાજ ફાઈનાન્સ 2.02%, અદાણી પોર્ટ 1.88%, સન ફાર્મા 1.81%, કોટક બેન્ક 1.79%, ટાટા સ્ટીલ 1.63% અને પાવર ગ્રીડ કોર્પોરેશન 1.55% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ 5.00%, ભારતી એરટેલ 1.19%, મારુતિ સુઝુકી 1.18%, એશિયન પેઈન્ટ 0.87%, આઈટીસી લિ. 0.55%, એકસિસ બેન્ક 0.08% અને હિન્દુસ્તાન યૂનિલિવર 0.06% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23148 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23404 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23088 પોઈન્ટ થી 23008 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49082 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49474 પોઈન્ટ પ્રથમ અને 49606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49009 પોઈન્ટ થી 48880 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
કોટક મહિન્દ્ર બેન્ક ( 1923 ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1890 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1868 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1944 થી રૂ.1953 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાન. ભારતી એરટેલ ( 1604 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1584 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1560 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1633 થી રૂ.1640 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એસીસી લિ. ( 1994 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2033 આસપાસ વેચવાલી થકી રૂ.1970 થી રૂ.1944 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2050 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ટેક મહિન્દ્ર ( 1684 ) :- રૂ.1707 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1717 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1667 થી રૂ.1644 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1730 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વર્તમાન વર્ષના જાન્યુઆરી માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધી અંદાજીત 7.80 અબજ ડોલરની નેટ વેચવાલી આવી છે જે અત્યારસુધીના જાન્યુઆરી માસની સૌથી મોટી વેચવાલી છે. એટલું જ નહીં આ અગાઉ 2024ના ઓકટોબરમાં વિદેશી રોકાણકારો 11.20 અબજ ડોલરના નેટ વેચવાલ રહ્યા હતા. આ ઉપરાંત માર્ચ 2020માં એફઆઈઆઈએ 8.40 અબજ ડોલરની નેટ વેચવાલી કરી હતી. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોનું નાણાંકીય સેવા ક્ષેત્રના સ્ટોકસમાં અંદાજીત 1.40 અબજ ડોલર, કન્ઝયૂમર સર્વિસીસમાં 40.50 કરોડ ડોલર, વીજ ક્ષેત્રમાં 36 કરોડ ડોલર જ્યારે કેપિટલ ગુડસ ક્ષેત્રના 30.30 કરોડના મૂલ્યના શેરોની વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે. આઈટી, ઓટો તથા બાંધકામ ક્ષેત્રમાં 20 કરોડ ડોલરથી વધુની ઈક્વિટીસ ઓફ્ફલોડ કરાઈ હોવાનું ડેટા જણાવે છે. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસની વાત કરીએ તો સેન્સેકસ તથા નિફટીમાં અત્યારસુધી 3.50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે જે 2017 બાદ સૌથી મોટો માસિક ઘટાડો હોવાનું ડેટા પરથી જણાય છે. ભૌગોલિકરાજકીય અશાંતિ, વૈશ્વિક આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો, કોર્પોરેટના નબળા પરિણામોને કારણે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે. જયારે હવે વૈશ્વિક મોરચે ટ્રમ્પની સખત નીતિની પણ ભારતીય શેરબજાર પર અસર જોવા મળી શકે છે તેથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments