back to top
Homeગુજરાતખબરદાર જમાદાર:વાહનચાલકે પૈસા ન આપતા પોલીસકર્મી અને TRB જવાનોએ માર માર્યો, નવી...

ખબરદાર જમાદાર:વાહનચાલકે પૈસા ન આપતા પોલીસકર્મી અને TRB જવાનોએ માર માર્યો, નવી કમિશનર કચેરીની લિફ્ટ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ

દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. વાહનચાલકે પૈસા ન આપતા પોલીસકર્મી અને TRB જવાનોએ માર માર્યો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જાણીતી જવેલર્સ શોપ પાસે આવેલી પોલીસ ચોકીમાં ટ્રાફિકના પોલીસકર્મીઓ પોતાની મનમાની મુજબ કામગીરી કરે છે. મહિલા વાહનચાલકોને રોકીને તેઓ સાથે અસભ્ય વર્તન કરે છે. તાજેતરમાં જ એક વાહનચાલકને રોકીને તેની પાસે દંડ ન આપવા બદલ પૈસા માંગ્યા ત્યારે વાહનચાલકે પૈસા ન આપતા પોલીસકર્મીઓએ અને TRB જવાનોએ ભેગા મળીને વાહન ચાલકને માર માર્યો હતો અને ચોકીમાં બેસાડી દીધો હતો. આ અંગે પીઆઇને પણ જાણ કરી હતી. પીઆઈએ પણ પોલીસકર્મીઓનો સાથ આપીને નિર્દોષ વાહનચાલક સામે કાર્યવાહી કરી છે. પીઆઈ પણ તેમના અસભ્ય વર્તન માટે જાણીતા છે, જેમની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ થઈ ચૂકી છે. કમિશનર કચેરીની લિફ્ટ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ
અમદાવાદમાં થોડા સમય અગાઉ જ નવી પોલીસ કમિશનર કચેરી તૈયાર કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તૈયાર કરેલી પોલીસ કમિશનર કચેરીમાં એક IPS અધિકારીની ચેમ્બરમાંથી પ્રોસેસ હાઉસ ચાલી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો છે. હજુ કચેરીને બન્યાને એક વર્ષ પણ થયું નથી, ત્યારે સરકારી ખાતા જેવી જ કચેરી બનવાની શરૂઆત થઈ ચૂકી છે. ફક્ત એટલું જ નહિ લિફ્ટ પણ ક્યારેક ચાલુમાં બંધ થઈ જાય છે તો ક્યારેક લિફ્ટની લાઈટો પણ બંધ થઈ જાય છે. આ અંગે અધિકારીઓએ પણ નોંધ લીધી છે. ખાનગી લોકો પોલીસની ઓળખ આપી વાહન ચાલક પાસેથી તોડ કરે છે
ટ્રાફિક પોલીસની કામગીરી હવે ખાનગી માણસો કરવા લાગ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ટોઈંગ વાન ફોર વ્હીલર લોક કરવા માટે હવે ખાનગી વ્યક્તિઓ ટુ-વ્હીલર પર આવીને રસ્તા પર પાર્ક કરેલા ફોર વ્હીલરને લોક મારે છે. ખાનગી વ્યક્તિઓ પોલીસની જેમ પોતાનો નંબર કાર પર લગાડી દે છે. ત્યાર બાદ વાહન ચાલક ફોન કરે ત્યારે ખાનગી વ્યક્તિઓ વાહનચાલક પાસે પહોંચીને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને વાહનચાલક પાસેથી દંડની જગ્યાએ તોડ કરી લે છે. વાહનચાલકો પણ ખાનગી વ્યક્તિઓને પોલીસ સમજીને તેમને પૈસા આપી દે છે. આ અંગે ટ્રાફિક પોલીસની અધિકારીઓ વાકેફ હોવા છતા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments