ફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘વિવાહ’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે આ ફિલ્મમાં સલમાનને બદલે શાહિદ કપૂરને કાસ્ટ કર્યો કારણ કે તે જાણતા હતા કે સલમાન આ રોલમાં ફિટ નહીં થાય અને તેની ઉંમર પણ થોડી વધારે છે. ડીજીટલ કોમેન્ટરી સાથે વાત કરતી વખતે સૂરજ બડજાત્યાને પૂછવામાં આવ્યું કે ઘણી ફિલ્મોમાં સલમાન સાથે કામ કર્યા પછી પણ તેણે ‘વિવાહ’માં શાહિદ કપૂરને કેમ કાસ્ટ કર્યો? જવાબમાં સૂરજે કહ્યું, ‘જ્યારે ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ ફ્લોપ થઈ, ત્યારે સલમાને મને ફોન કર્યો અને કહ્યું કે ચાલો, આપણે સાથે મળીને કંઈક કરીએ. પરંતુ તે સમયે મારી પાસે સલમાન માટે કોઈ સ્ટોરી નહોતી. પરંતુ ફિલ્મ વિવાહની વાર્તા મારા પિતાએ મને આપી હતી જે વાસ્તવિક જીવન પર આધારિત હતી. પરંતુ આ ફિલ્મ માટે હું એવા એક્ટરની શોધમાં હતો જે નિર્દોષતા બતાવી શકે અને મને ખબર હતી કે સલમાન અહીં ફિટ નહીં થાય કારણ કે તે એક મોટો સ્ટાર છે. આ ઉપરાંત તેની ઉંમર પણ વધી ગઈ હતી, તેથી શાહિદ કપૂરને ફિલ્મમાં લેવામાં આવ્યો હતો. વિવાહ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી
વિવાહ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમૃતા રાવ શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. ફિલ્મમાં અમૃતાનો અભિનય બધાને ગમ્યો, ત્યારબાદ તેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મળી.