વિસનગર તાલુકાના કડા ગામના 65 વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પટેલનું મહાકુંભની ભાગદોડ દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મહેશભાઈના મૃતદેહને તેમના વતન કડા ગામે લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેમના પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમદર્શન માટે એકત્રિત થયા છે. પરિવારજનોએ જણાવ્યા મુજબ, મહેશભાઈની અંતિમવિધિ સિદ્ધપુર ખાતે કરવામાં આવશે. સુરતથી પણ પરિવારના સભ્યો કડા ગામે પહોંચી ગયા છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.