back to top
Homeમનોરંજનપ્રીટિ ઝિન્ટા 36 બાળકોની માતા:અંડરવર્લ્ડ સામે પણ લડી લીધું; એક્ટ્રેસે કહ્યું હતું-...

પ્રીટિ ઝિન્ટા 36 બાળકોની માતા:અંડરવર્લ્ડ સામે પણ લડી લીધું; એક્ટ્રેસે કહ્યું હતું- દુષ્કર્મીઓને નપુંસક બનાવવી દેવા જોઈએ

બોલિવૂડની ડિમ્પલ ગર્લ આજે 50 વર્ષની થઈ. 28 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ પ્રીટિ ઝિન્ટાએ લગભગ 38 ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં આવતા પહેલાં પ્રીટિ એક મોડેલ હતી. પ્રીટિ છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે. તે એન્ટરપ્રેન્યોરશિપ અને સોશિયલ વર્કમાં વધુ સમય વિતાવે છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ, પંજાબ કિંગ્સની કો-ફાઉન્ડર છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પ્રીટિએ 2009માં એકસાથે 34 છોકરીઓને દત્તક લીધી હતી. પ્રીતિ તેમનો બધો ખર્ચ ઉઠાવે છે. પ્રીટિએ હંમેશા સમાજમાં મહિલાઓની સુરક્ષા અંગે અવાજ ઉઠાવ્યો છે. તેમણે એક વખત સોશિયલ મીડિયા પર માગ કરી હતી કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુના કરનારાઓને નપુંસક બનાવવા જોઈએ. તેમણે પીએમ મોદીને પણ ટેગ કર્યા. પ્રીટિ ઝિન્ટાએ એક સમયે કોર્ટમાં અંડરવર્લ્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેની ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ બનાવવામાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટારકાસ્ટને આ વાતની ખબર નહોતી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે ફિલ્મના કલાકારોને ધમકીઓ મળવા લાગી. તે સમયે, પ્રીટિ એકમાત્ર એક્ટ્રેસ હતી જે કોર્ટમાં નિવેદન આપવા ગઈ હતી. પ્રીટિએ 2016માં અમેરિકન સિટીઝન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા. બંનેને જોડિયા બાળકો છે, જેમનું નામ જીયા અને જય છે. ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીથી દૂર રહેલી પ્રીતિ ટૂંક સમયમાં સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહોર 1947’માં વાપસી કરશે. IPL મેચ દરમિયાન પ્રીટિ ઝિન્ટા અને નેસ વાડિયા વચ્ચે ઝઘડો થયો હતો
બોલિવૂડની ડિમ્પલ ગર્લ, પ્રીટિ ઝિન્ટાએ પોતાના અભિનય અને ચુલબુલી અંદાજથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. જોકે, તે ઘણા સમયથી અભિનયથી દૂર છે. ટૂંક સમયમાં તે રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે વાપસી કરશે. આ ઉપરાંત, તેનું મુખ્ય ધ્યાન IPL ટીમ પર છે. તે IPL ટીમ પંજાબ કિંગ્સનો કો-ફાઉન્ડર છે. એક વખત IPL મેચ દરમિયાન પ્રીતિ અને નેસ વાડિયા વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે એવું કહેવાયમાં આવી રહ્યું કે પ્રીતિ તે સમયે નેસ વાડિયા સાથે રિલેશનશિપમાં હતી. પ્રીટિએ નેસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
IPL મેચ દરમિયાન પ્રીતિ અને નેસ વચ્ચે ઝઘડો થયો તે સમયે નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા IPL ટીમ કિંગ્સ XI પંજાબના માલિક હતા. નેસ વાડિયા હજુ પણ તેમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. ઝઘડા પછી, પ્રીતિએ 13 જૂન, 2014ના રોજ મુંબઈ પોલીસમાં નેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં દુર્વ્યવહાર, છેડતી અને ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. લડાઈનું કારણ શું હતું?
એવું કહેવાય છે કે ટિકિટ વિતરણ અંગે નેસ વાડિયા ટીમ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. પ્રીતિએ નેસને શાંત થવા કહ્યું, પરંતુ તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેનો હાથ પકડી લીધો. પ્રીટિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે નેસે તેના ચહેરા પર સળગતી સિગારેટ ફેંકી હતી અને તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. વર્ષ 2018માં, પોલીસે નેસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે કેસ ફગાવી દીધો. પ્રીતિએ પણ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. અમેરિકન સિટીઝન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા, 34 પુત્રીઓને દત્તક લીધી
29 ફેબ્રુઆરી 2016ના રોજ, પ્રીટિ ઝિન્ટાએ જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી 10 વર્ષ નાનાનો છે. પ્રીટિ અને જીનને જોડિયા બાળકો છે, જેમનું નામ જીયા અને જય છે. બંને બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. એટલું જ નહીં, પ્રીટિ 34 દીકરીઓની માતા પણ છે. 2009માં, પ્રીતિએ ઋષિકેશના મધર મિરેકલ અનાથાશ્રમમાંથી પુત્રીઓને દત્તક લીધી. પ્રીટિ તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી રહી છે. નપુંસકતા પર કાયદો બનાવવાની માગ કરી
પ્રીટિ ઝિન્ટા​​​​​​​ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર ઉદ્યોગ અને સામાજિક ચિંતાઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર સ્પષ્ટપણે પોતાના વિચારો વ્યક્ત કરે છે. દેશમાં જાતીય શોષણ અને દુષ્કર્મોના વધતા જતા કિસ્સાઓને કારણે એક્ટ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને નપુંસકતા પર કાયદો બનાવવાની માગ કરી હતી. ઇટાલીમાં, દુષ્કર્મ ​​​​​​​ અને જાતીય અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કાસ્ટ્રેશન (દવાઓ દ્વારા નપુંસકતા)નો કાયદો બનાવવામાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ઇટાલિયન કાયદા નિર્માતાઓએ એન્ડ્રોજન અવરોધક દવાઓના ઉપયોગને કાયદેસર બનાવવા માટે એક બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી જેથી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી શકાય, જેને હવે મંજૂરી આપવામાં આવી છે. પ્રીટિ ઝિન્ટાએ આ કાયદાની પ્રશંસા કરી અને તેને એક સારું પગલું ગણાવ્યું. તેમણે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ટેગ કરીને લખ્યું – એક અદ્ભુત પગલું. ભારત સરકારે પણ આ કરવું જોઈએ. અંડરવર્લ્ડ સામે અવાજ ઉઠાવ્યો
પ્રીટિ ઝિન્ટા કોઈ પણ ડર વગર હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કરે છે. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’માં પૈસા રોક્યા હતા. જ્યારે કાગળ પર એવું જણાવવામાં આવ્યું હતું કે ભરત શાહ અને નિર્માતા નાઝીમ રિઝવીના પૈસા ફિલ્મમાં રોકાયેલા હતા. પોલીસને ખબર પડતાં જ કે છોટા શકીલના પૈસા ફિલ્મમાં રોકાયા છે, બધા પ્રિન્ટ સીલ કરી દેવામાં આવ્યા. આ ફિલ્મમાં પ્રીટિ ઝિન્ટા સાથે સલમાન ખાન અને રાની મુખર્જીએ પણ કામ કર્યું હતું. તેને ધમકીભર્યા ફોન પણ આવી રહ્યા હતા. આ સ્ટાર્સે ધમકીઓ મળી રહી હોવાની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ જ્યારે પોલીસે તેમને કોર્ટમાં આ કહેવાનું કહ્યું, ત્યારે બધા પીછેહઠ કરી. પ્રીટિ ઝિન્ટા​​​​​​​ એકમાત્ર એવી એક્ટ્રેસ હતી જે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. પ્રીટિ ઝિન્ટાએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા અને તેમની પાસેથી પૈસાની પણ માગણી કરવામાં આવી રહી હતી. આ કેસ અંડરવર્લ્ડ સાથે સંબંધિત હોવાથી એક્ટ્રેસનું નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસના નિવેદનના આધારે, ભરત શાહની ધરપકડ કરવામાં આવી હતી અને નિર્માતા નાઝીમ રિઝવીને પણ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બધા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે
પ્રીટિ ઝિન્ટાએ પોતાના 28 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, બોબી દેઓલ, સની દેઓલ, અજય દેવગન, અક્ષય કુમાર, હૃતિક રોશન જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. વારસામાં મળેલી 600 કરોડ રૂપિયાની મિલકત સ્વીકારવાનો ઇનકાર કર્યો
દિવંગત ફિલ્મ ડિરેક્ટર કમલ અમરોહીના પુત્ર શાંદર અમરોહી હંમેશા પ્રીતિને પોતાની પુત્રીની જેમ રાખતા હતા. તે પોતાની 600 કરોડ રૂપિયાની મિલકત વારસામાં આપવા માગતા હતા, પરંતુ પ્રીતિએ મિલકત વારસામાં લેવાનો ઇનકાર કરી દીધો. પ્રીટિ ઝિન્ટાએ કહ્યું કે કોઈ તેના પિતાનું સ્થાન લઈ શકે નહીં. પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે તે એટલી ખરાબ હાલતમાં નથી કે તેને બીજા કોઈની મિલકતની જરૂર પડે. પ્રીટિ ઝિન્ટાની નેટવર્થ
પ્રીટિ ઝિન્ટાની કુલ સંપત્તિ આશરે 183 કરોડ રૂપિયા છે. પ્રીટિ એક એક્ટ્રેસ હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે. પ્રીટિ ઝિન્ટા IPLમાં ક્રિકેટ ટીમ કિંગ્સ XI પંજાબની કો-ફાઉન્ડર હોવા ઉપરાંત, એક પ્રોડ્યૂસર પણ છે. આ ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના 11 મિલિયન ફોલોઅર્સ છે પ્રીટિ એક એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1.5 કરોડ રૂપિયા લે છે. ભારત અને વિદેશમાં કરોડોની મિલકત
પ્રીટિ ઝિન્ટા પાસે કરોડોની મિલકત છે. મુંબઈના પાલી હિલમાં તેમનો એક આલીશાન ફ્લેટ છે જેની કિંમત 17 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, એક્ટ્રેસનું હિમાચલ પ્રદેશના શિમલામાં એક ઘર છે જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. લગ્ન પછી, પ્રીટિ ઝિન્ટા તેના પતિ સાથે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે. બેવર્લી હિલ્સમાં તેમનું પોતાનું ઘર પણ છે. આ ઉપરાંત, પ્રીટિ એક સ્ટુડિયોની માલિક પણ છે, જેની કિંમત લગભગ 600 કરોડ રૂપિયા છે. પ્રોડ્યૂસર તરીકે પોતાનું નસીબ અજમાવ્યું
પ્રીટિ ઝિન્ટાએ 2013 માં ફિલ્મ ‘ઇશ્ક ઇન પેરિસ’ થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું ડિરેક્શન પ્રેમ સોનીએ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રીટિએ પોતે અભિનય કર્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી, પ્રીટિએ ‘હેપ્પી એન્ડિંગ’ અને ‘વેલકમ ટુ ન્યૂ યોર્ક’માં કેમિયો કર્યો. આ પછી, તે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહીં. ‘લાહોર 1947’ સાથે કમબેેક કરશે
પ્રીટિ ઝિન્ટા 6 વર્ષ પછી ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે કમબેક કરી રહી છે. આ ફિલ્મ આમિર ખાન દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે પ્રીટિ ઝિન્ટા જોવા મળશે. આ પહેલા બંનેએ ‘હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’, ‘ફર્ઝ’ અને ‘ભૈયાજી સુપરહિટ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments