back to top
Homeગુજરાતપૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા સંખેડા બંધ:નદી કિનારે સંરક્ષણ દીવાલની માગ સાથે...

પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા સંખેડા બંધ:નદી કિનારે સંરક્ષણ દીવાલની માગ સાથે વેપારીઓએ દુકાનો બંધ રાખી; ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી

સંખેડામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે આજે સમગ્ર સંખેડા બંધ રહ્યું હતું. હાંડોડ રોડ પર ઉચ્છ નદી કિનારે આવેલું આ પાંડવકાલીન મંદિર ભેખડ ધસી જવાના કારણે જળસમાધિનાં જોખમ સામે ઝઝૂમી રહ્યું છે. ગત વર્ષે જુલાઈ 2022માં આવેલા ભારે પૂરમાં મંદિર પાછળ આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિરે જળસમાધિ લીધી હતી અને અર્જુનનાથ મંદિરની નીચેથી પણ માટી ધસી પડી હતી. આ પાંડવકાલીન મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. દર સોમવારે તેમજ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. છેલ્લા અઢી વર્ષથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી કરી રહ્યા છે. બે દિવસ પહેલાં સંખેડા મામલતદાર અને છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો તંત્ર દ્વારા મંદિર પાછળ સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનોએ ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments