back to top
HomeગુજરાતHCએ પોલીસ બેડામાં સીધી ભરતી અંગે પોસ્ટવાઈઝ કેલેન્ડર માંગ્યું:કોર્ટે મિત્રએ કહ્યું- વર્તમાનમાં...

HCએ પોલીસ બેડામાં સીધી ભરતી અંગે પોસ્ટવાઈઝ કેલેન્ડર માંગ્યું:કોર્ટે મિત્રએ કહ્યું- વર્તમાનમાં બહાર પડાયેલી ભરતીમાં PSI ની 475 જગ્યા, તો કોન્સ્ટેબલ જેટલું મોડું કેમ?

દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવી, સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. પ્રથમ ફેઝની ભરતી પ્રક્રિયા ચાલુ
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનવણી ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. જે પૈકી પહેલા ફેઝમાં 11 હજાર કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે. આ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. આ ભરતી માટે મે, 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ થશે. બીજા ફેઝની ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે
બીજો ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર, 2026 માં પૂર્ણ કરવામાં આવશે. જો કે કોર્ટ મિત્રએ પ્રશ્ન ઉપાડ્યો હતો કે વર્તમાનમાં બહાર પડાયેલી 11 હજાર પોલીસ કર્મચારીઓની ભરતીમાં PSI ની માત્ર 475 જગ્યા છે, તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહિ. હાઇકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ તારીખ કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માંગ્યું હતું. જેમાં ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે. આ મુદ્દે વધુ સુનવણી 14 ફેબ્રુઆરીએ યોજાશે. પ્રથમ ફેઝની ભરતી 15 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા
અગાઉની સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં છેલ્લા 01 મહિનામાં 1029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે. જેમાં 11 હજાર પોસ્ટ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા છે. આ 08 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 15 માર્ચ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. પોલીસ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 200 ભરતીને લઈને કેસ ચાલતા હતા. તેમાં સરકાર તરફે ચુકાદો આવ્યો છે. આગામી એક કે બે મહિનામાં તેની 183 પોસ્ટ ભરવામાં આવશે. હાઇકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યો હતી. રાજ્યમાં આવેલા 05 ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠુ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી 2026 માં બનશે. જેમાં 2500 જવાનોને ટ્રેનિંગ આપી શકાશે. 06 ડિસેમ્બરની સુનવણીમાં 3717 પોસ્ટ પૈકી 02 હજાર પોસ્ટ પ્રમોશનથી એક મહિનામાં ભરવાની વાત કરી હતી. પરંતુ છેલ્લા એક મહિનામાં માત્ર 1029 પોસ્ટ જ ભરી શકાઈ છે. પ્રમોશન માટે અનુભવી અને યોગ્ય ઉમેદવાર જોઈએ છે. PI મોટર ટ્રાન્સપોર્ટ, PSI વાયરલેસ, PSI મોટર ટ્રાન્સપોર્ટની જગ્યાઓ ભરી શકાઈ નથી. ASI રિઝર્વ પોલીસ ફોર્સમાં 854 ખાલી જગ્યાઓ પૈકી માત્ર 49 ભરાઈ છે, રિઝર્વ ફોર્સ માટે પણ યોગ્ય ઉમેદવાર નથી. જ્યારે 166 બિન હથિયાર ધારી PI અને હથિયારધારી 41 PI માટે ખાતાકીય પ્રમોશન કમિટીએ GPSC ને માંગ મોકલી આપી છે. ફીડર કેડરમાં પૂરતા યોગ્ય ઉમેદવાર મળતા નથી. હાઇકોર્ટે સરકાર પાસે બીજી પોલીસ પોસ્ટ માટે સીધી ભરતીની માહિતી માંગીને વધુ સુનવણી આગામી સમયમાં રાખી છે. 06 ડિસેમ્બરની સુનવણીમાં સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પોલીસ બેડામાં તેમના દ્વારા 1006 જગ્યાઓ ઉપર બઢતી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી છે. બઢતી થકી ભરતીની કુલ 4723 જગ્યાઓ ખાલી હતી. જેમાં છેલ્લા બે મહિનામાં 1006 ભરતી કરાતા હવે 3717 જગ્યાઓ ઉપર બઢતીથી ભરતી કરવાની બાકી છે. આ 3717 જગ્યાઓમાંથી આગામી ચાર અઠવાડીયામાં 02 હજાર પોસ્ટ બઢતીથી ભરવામાં આવશે. PSI બિન હથિયાર ધારીની ભરતી પ્રક્રિયા ચાલુ છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડને ફૂલ ટાઈમ ચેરમેન મળ્યા છે. જેઓ એડિશનલ DG રેંકના અધિકારી છે. તેમની પાસે ટ્રેનિંગ વિભાગનો એડિશનલ ચાર્જ છે. બિન હથિયારધારી PSI પ્રમોશનનું પરિણામ ઓકટોબરે જાહેર કરાયું છે, જેની આગળની કાર્યવાહી પ્રોસેસમાં છે. પોલીસ વિભાગમાં જુદા જુદા કેડર માટે સીધી ભરતી 12 માર્ચે જાહેર કરાઈ હતી. તેની શારીરિક કસોટી માટે એજન્સી નીમવા ટેન્ડર મંગાવ્યા છે. તે પણ પ્રોસેસમાં છે. અગાઉની સુનવણીમાં કોર્ટને જણાવાયુ હતુ કે રાજ્યમાં 05 સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. જે ઉપરાંત વધુ એક સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કઠલાલ ખાતે ખેડામાં બની રહ્યું છે. જેની કેપેસિટી 2500 પોલીસ જવાનોને તાલીમ આપવાની હશે. વર્તમાનમાં જે 11377 પોલીસ કર્મચારીઓની ભરતી બહાર પડાઈ છે. તેના ઉમેદવારોને ઉપરના 06 સ્ટેટ લેવલ સેંટર ઉપરાંત જિલ્લામાં આવેલા 20 પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેની ક્ષમતા 04 હજારની છે. ઉપરાંત રાજ્યમાં આવેલા 14 SRPF સેન્ટર ખાતે સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવા આવશે, જેની કેપેસીટી 2500 ની છે. પોલીસ બેડામાં બાકી 14,283 ભરતી સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments