વૈશ્વિક સ્તરે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં અમેરિકી બજારોમાં નરમાઈ સામે યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડા કરતા યુરોપના બજારોમાં મજબૂતી સાથે સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતા સપ્તાહના પાંચમાં દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં સકારાત્મક ગ્રોથ અંદાજ અને રોજગારી અને મધ્યમવર્ગ પર ફોકસ થવાની અપેક્ષા સાથે દેશના ગ્રોથલક્ષી નિર્ણયો લેવાની શક્યતાઓએ આજે ભારતીય શેરબજારમાં સળંગ ચોથા દિવસે સુધારો આગળ વધ્યો હતો. શેરબજારને સીધી અસર કરતી કેટલીક જોગવાઈઓ પૈકી કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો થવાની અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષમાં ફેરફા સંબંધિત કેટલીક જોગવાઈ આવી શકે એવી ચર્ચાઓ છતાં આજે ફંડો, ઈન્વેસ્ટરો દ્વારા નીચા મથાળે નવી લેવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું, જો કે બજેટ રજૂ થતાં પૂર્વે ફરી શેરોમાં વોલેટીલિટી વધી હતી. રજૂ થનારા બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ફાળવણી તેમજ જીડીપી ગ્રોથ કેન્દ્રીત સુધારાઓ અમલમાં મૂકે તેવી શક્યતાઓ સાથે પાવર, રિયાલ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૨%થી વધુ ઉછળ્યા હતા. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો તથા અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાને બ્રેક લાગ્યાના નિર્દેશો વચ્ચે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે અમેરિકામાં ક્રૂડઓઈલનો સ્ટોક વધતા ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.76% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.83% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગૂડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી, યુટીલીટી, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી અને સર્વિસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4047 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1203 અને વધનારની સંખ્યા 2719 રહી હતી, 125 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન એન્ડ ટુબ્રો 4.31%, નેસ્લે ઇન્ડિયા 4.25%, ઇન્ડસઇન્ડ બેન્ક 3.66%, ટાટા મોટર્સ 2.73%, આઈટીસી લિ. 2.51%, અદાણી પોર્ટસ 2.12%, સ્ટેટ બેન્ક 1.43%, ઈન્ફોસીસ લિ. 1.09%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.90%, ટેક મહિન્દ્રા 0.81% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.72% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ 2.98%, ભારતી એરટેલ 0.76%, બજાજ ફિનસર્વ 0.43%, બજાજ ફાઈનાન્સ 0.17%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.14% અને સન ફાર્મા 0.12% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23620 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટના પ્રથમ અને 23303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23737 પોઈન્ટ થી 23808 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49862 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઈન્ટ પ્રથમ અને 50202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49676 પોઈન્ટ થી 49474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ મુથુત ફાઈનાન્સ ( 2259 ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2217 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2202 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2278 થી રૂ.2290 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2303 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એસીસી લિ. ( 2021 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1980 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1963 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2047 થી રૂ.2060 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2336 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2380 આસપાસ વેચવાલી થકી રૂ.2303 થી રૂ.2288 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2404 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1458 ) :- રૂ.1488 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1494 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1430 થી રૂ.1414 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1508 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, જ્યાં સુધી વર્તમાન સ્થિતિને સંબંધ છે, ત્યાં સુધી એવું જણાય રહ્યું છે કે આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે, કારણકે વિકાસનાં મુખ્ય પરિબળો – જેમકે ઉપભોગ, પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ તથા પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર 6 થી 7%ના વિકાસદર વચ્ચે રહ્યું, તેમ છતાં વિશ્વમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સત્ય છે, કારણકે અન્ય મોટા અર્થતંત્રો ધીમા દરે વિકસી રહ્યા છે. અમેરિકા 2.70%ના દરે, જ્યારે ચીન 4.90%ના દરે વિકસી રહ્યું છે. જોકે આપણે તે ભૂલી જઈએ છીએ કે 2024માં અમેરિકાએ તેના જીડીપીમાં 787 અબજ ડોલર અને ચીને 895 અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો. જ્યારે ભારતે તેના જીડીપીમાં 256 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. ભારત તથા ચીન વચ્ચેનું અંતર વધી ગયું છે. આમ ભારતે જો ચીન તથા અમેરિકાની બરોબરી કરવી હશે તો તેને ઝડપથી વિકસવું પડશે. ઉપભોગ મંદ રહેવા પાછળનાં કારણોમાં જોઈએ તો ઊંચો ફુગાવો ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ તેમજ નીચા અને લગભગ સ્થિર વેતનસ્તર જવાબદાર છે. ફુગાવો ટોચે છે. ખાદ્ય પદાર્થનો ફુગાવો 2021 થી 2024 દરમિયાન સરેરાશ 6.18% રહ્યો છે. ઉપરાંત, હાલની સ્થિતિનું બીજું નબળું પાસું જટીલ વેરા માળખું છે. ખાસ કરીને જીએસટી માળખું જે ગરીબો સહિત દરેક લોકોને અસર કરે છે, ત્યારે નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ હાલના પડકારોને પૂરતા પ્રતિસાદ આપનારું બની રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.