back to top
Homeદુનિયાટ્રમ્પે BRICS દેશોને યુએસ ડોલર અંગે ચેતવણી આપી:ટ્રમ્પે કહ્યું- ડોલરમાં વેપાર નહીં...

ટ્રમ્પે BRICS દેશોને યુએસ ડોલર અંગે ચેતવણી આપી:ટ્રમ્પે કહ્યું- ડોલરમાં વેપાર નહીં કરો તો 100% ટેરિફ લગાવવામાં આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર BRICS દેશોને ચેતવણી આપી છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે જો BRICS દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાંથી યુએસ ડોલરને હટાવવાના પ્રયાસ કરશે, તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. ગુરુવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું, BRICS દેશો ડૉલરથી દૂર જવાનો પ્રયાસ કરતા રહેશે અને અમે માત્ર જોતા જ રહીશું તે વિચાર હવે ખતમ થઈ ગયો છે. ટ્રમ્પે BRICS દેશો પાસેથી નવી કરન્સી નહીં બનાવવા અને ડોલર સિવાય અન્ય કોઈ ચલણને વિકલ્પ ન બનાવવાની ગેરંટી માંગી છે. જો બ્રિક્સ દેશો આવું નહીં કરે તેથી ટ્રમ્પ તેમના પર 100% ટેરિફ લાદશે. ઉપરાંત તેઓ અમેરિકા સાથે વેપાર પણ કરી શકશે નહીં. તેમણે BRICS દેશોને અન્ય કોઈ મૂર્ખ દેશને શોધવા માટે પણ કહ્યું હતું. BRICS દેશો વચ્ચે કરન્સી બનાવવા પર કોઈ સર્વસંમતિ નથી BRICSમાં સમાવિષ્ટ સભ્ય દેશો વચ્ચે કરન્સી બનાવવાને લઈને કોઈ સર્વસંમતિ નથી. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં રશિયામાં આયોજિત BRICS દેશોની સમિટ પહેલા તેની કરન્સી બાબતે ઉગ્ર ચર્ચા થઈ હતી. જો કે સમિટ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કરી દીધું હતું કે BRICS સંગઠન પોતાની કરન્સી બનાવવાનું વિચારી રહ્યું નથી. જો કે સમિટમાં BRICS દેશોની પોતાની પેમેન્ટ સિસ્ટમ અંગે ચર્ચા થઈ હતી. વૈશ્વિક SWIFT પેમેન્ટ સિસ્ટમની જેમ આ પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ હતી. ભારતે BRICS દેશોને પેમેન્ટ સિસ્ટમ પૂરી પાડી છે. પોતાની UPI આપવાની ઓફર કરી હતી. ભારત BRICS કરન્સીના સમર્થનમાં નથી ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત ડી-ડોલરાઇઝેશન એટલે કે વેપારમાં યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવાના પક્ષમાં નથી. અને બ્રિક્સ કરન્સી માટે કોઈ પ્રસ્તાવ નથી. BRICS એ વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે, જેમાં અમેરિકા સામેલ નથી. છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ચીન યુએસ ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સ કરન્સી બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જેના પર કોઈ સહમતિ બની રહી નથી. અમેરિકા ડોલરના આધારે અબજોની કમાણી કરે છે 1973માં 22 દેશોમાં 518 બેંકો સાથે SWIFT નેટવર્કની શરૂઆત થઈ હતી. હાલમાં તેમાં 200થી વધુ દેશોની 11,000 બેંકો સામેલ છે. જેઓ તેમના વિદેશી નાણા અમેરિકન બેંકોમાં જમા કરાવે છે હવે બધા પૈસા વ્યવસાયમાં રોકાતા નથી, તેથી દેશો તેમના વધારાના નાણાં અમેરિકન બોન્ડમાં રોકે છે, જેથી તેઓને થોડું વ્યાજ મળી શકે. તમામ દેશો સહિત આ નાણાં લગભગ 7.8 ટ્રિલિયન ડોલર છે. એટલે કે ભારતની અર્થવ્યવસ્થા કરતાં બે ગણી વધારે. અમેરિકા આ ​​પૈસાનો ઉપયોગ તેના વિકાસ માટે કરે છે. બ્રિક્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો… નાઇજીરીયાને BRICS ભાગીદાર દેશનો દરજ્જો મળ્યો: બ્રાઝિલની જાહેરાત; અત્યાર સુધીમાં 9 દેશો સત્તાવાર BRICS ભાગીદાર બની ચૂક્યા છે નાઈજીરિયા, આફ્રિકન ખંડનો એક દેશ, 17 જાન્યુઆરીએ સત્તાવાર રીતે બ્રિક્સનો ભાગીદાર સભ્ય બન્યો. રશિયન સમાચાર એજન્સી RT અનુસાર, બ્રાઝિલના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે નાઈજીરિયા બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાનની સાથે 9મું સત્તાવાર BRICS ભાગીદાર બની ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments