CAIT- વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન રમેશ પટેલે નાણાંમંત્રી નિર્મલા સીતારમન દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટને આવકારતા જણાવ્યું હતું કે, આ બજેટમાં તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વાર્ષિક 12 .75 લાખ સુધીની આવક સુધી ટેક્સ માફીથી દેશના વિકાસમા વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ મધ્યમ વર્ગને અને નાના નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતુ કે, આ બજેટ મધ્યમ વર્ગ માટે હશે. તે આ બજેટમાં પુરવાર થયું છે. આ બજેટમાં શું-શું નવુ મળ્યું?
આ બજેટ ગરીબો, યુવા, કિસાન અને મહિલાઓ માટેનું છે. નાના વેપારીઓને 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે. નવા ઉદ્યોગપતિઓને 2 કરોડ સુધીની લોનનું પ્રાવધાન કર્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ઓછા વ્યાજ સાથે 3 લાખથી વધારીને 5 લાખની કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ લોનની મહત્તમ લિમિટ 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવી છે. MSMEમાં 10 કરોડ સુધીની લોનનું પ્રાવધાન કર્યું છે. 2025માં બજારમાં ખૂબ તેજી આવશે
તેઓએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ અંગે કોઈ પોલિસીની જાહેરાત થઇ નથી. GSTમાં ફેરફાર ભલે થયો પરંતુ, GST કાઉન્સિલમાં થાય. GST સરળ કરવું જરૂરી છે. એક દેશ એક કાનૂન એક લાયસન્સની જાહેરાતની આશા ઠગારી નિવડી છે પરંતુ, CAIT અને વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન કેન્દ્રીય બજેટને પૂર્ણ માર્ક આપે છે અને આશા રાખે છે કે, વર્ષ 2025માં બજારમાં ખૂબ તેજી આવશે અને નાના વેપારીઓનો વેપાર વધશે.