વર્ષ 2002ના ગુજરાત રમખાણોના પીડિત અને પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. 2002માં ગુલબર્ગ સોસાયટીમાં તોફાની ટોળાએ કરેલા હુમલામાં ઝાકિયા જાફરીના પતિ અને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ ઝાકિયા જાફરીએ તોફાનો પાછળ ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો અને પીડિતો માટે લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા હતા. મળતી માહિતી મુજબ ઝાકિયા જાફરી આજે તેમની દીનચર્યા પૂર્ણ કર્યા બાદ તેમની દીકરીના ઘરે ગયા હતા. જ્યાં તેઓ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી હતી. જોકે, ડોક્ટર બોલાવી તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ 11.30 વાગ્યાની આસપાસ ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શું છે મામલો
ગોધરા કાંડ પછી 2002માં રાજ્યમાં કોમી રમખાણો થયા હતા. તોફાનીઓએ પૂર્વ અમદાવાદ ખાતે આવેલી લધુમતી સમુદાયની વસ્તીને ટાર્ગેટ કરી હતી. તેમાં પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 38 લોકોના શબ મળ્યા હતા. જ્યારે જાફરી સહિત 31 લોકો ગુમ હોવાનું કહેવાયું હતું. ગુલબર્ગ સોસાયટી કેસનો ઘટનાક્રમ