વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે ફોર્મ સુપ્રત કરવાનો અંતિમ દિવસ હતો ત્યારે કરજણ નગર પાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે 100થી વધુ ફોર્મ ભરાયા છે તો બીજી તરફ ભાજપે નગર પાલિકાના 30 અને તાલુકા પંચાયતના 5 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી હતી ત્યારે ભાજપથી નારાજ પૂર્વ કોર્પોરેટર દ્વારા બળવો કરી AAPમાંથી ફોર્મ ભર્યા છે. આ નગર પાલિકામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. નારાજ કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડી આપમાં જોડાયા
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ ચૂંટણીમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની વિવિધ મહત્વપૂર્ણ બેઠકો સામેલ છે. ભાજપે કરજણ નગરપાલિકા માટે 28, વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ત્રણ, શિનોર અને પાદરા તાલુકા માટે એક-એક તેમજ પાદરા અને સાવલી નગરપાલિકા માટે એક-એક ઉમેદવારની જાહેરાત કરી હતી. ત્યારબાદ નારાજ કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડી આપમાં જોડાયા છે ત્યારે ભાજપ માટે આ ચૂંટણી વર્ચસ્વની સૌથી મોટી લડાઈ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના નિયમ અનુસાર ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેઓને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે આવા કોર્પોરેટરોના નામ ન આવતા આખરે તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે આ તમામને અમે સસ્પેન્ડ કરીશું. ભાજપના પૂર્વ કાર્યકર્તાઓમાંથી કોણે AAPમાં ફોર્મ ભર્યા વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 6 વોર્ડ નંબર 7