back to top
Homeમનોરંજનલાઈવ કોન્સર્ટમાં દર્દથી કણસી ઉઠ્યો સોનુ નિગમ:કહ્યું- કરોડરજ્જુ થોડી પણ હલતી નહોતી;...

લાઈવ કોન્સર્ટમાં દર્દથી કણસી ઉઠ્યો સોનુ નિગમ:કહ્યું- કરોડરજ્જુ થોડી પણ હલતી નહોતી; સરસ્વતીજીએ મારો હાથ પકડ્યો

બોલિવૂડ ગાયક સોનુ નિગમે પોતાના કરિયરમાં ઘણા શાનદાર ગીતો આપ્યા છે. સોનુ પોતાના પ્રોફેશનલ લાઈફ ઉપરાંત પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં સિંગરે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતો જોવા મળે છે. તાજેતરમાં એક લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન સોનુની તબિયત બગડી હતી. તેને લાઈવ કોન્સર્ટમાં કમરના ભાગમાં જોરદાર દુખાવો ઉપડ્યો હતો. આવી સ્થિતિમાં, સોનુ નિગમે એક વીડિયો પોસ્ટ સમગ્ર ધટના વિશે માહિતી આપી છે. સોનુ નિગમે વીડિયો શેર કરી માહિતી આપી
સોનુ નિગમે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સોનુ બેડ પર સૂતો છે. આ વીડિયોમાં સોનુના ચહેરા પર દુખાવો સ્પષ્ટ દેખાય છે. સિંગર લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતો જોવા મળે છે. તેણે કહ્યું કે, મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ પણ સેટિસ્ફેક્શન આપનારો હતો. હું ગાતો હતો અને ઉછળકુદ કરતો હતો, જેના કારણે મારી કમર જકડાઈ ગઈ, પણ મેં કોઈક રીતે તેને કાબુમાં રાખ્યું. હું ક્યારેય લોકોની અપેક્ષા કરતાં ઓછું આપવા માગતો નથી. માટે મેં મારુ બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો. ‘સરસ્વતીજીએ મારો હાથ પકડ્યો’
સોનુ નિગમે આગળ કહ્યું, ‘પણ તે ખૂબ જ અસહનીય હતો, એવું લાગ્યું કે જાણે મારી કરોડરજ્જુમાં સોય વીંધાઈ ગઈ હોય, તે થોડી પણ હલતી નહોતી. આ વીડિયો શેર કરતી વખતે સોનુએ કેપ્શનમાં લખ્યું, સરસ્વતીજીએ ગઈ રાત્રે મારો હાથ પકડ્યો હતો. આ સાથે તેણે હાથ જોડેલા ઇમોજી પણ શેર કર્યા હતા. સોનુ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આના પર કોમેન્ટ્સ કરીને, યુઝર્સ સોનુ માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત, ચાહકો સોનુના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સિંગરે તેના કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયા છે
‘તેરા મિલના પલ દો પલ કા’, ‘દિવાના તેરા’, ‘અભી મુઝ મે કહી’, ‘યે દિલ દિવાના’ જેવા અનેક સુપરહિટ ગીતો ગાયા છે. સોનુ નિગમે તેની 3 દાયકાની કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયા છે. તેને અત્યાર સુધીમાં બે વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુને ફિલ્મ ‘કલ હો ના હો’ ના ટાઈટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments